નવી દિલ્હી, તા. 21 : સુપ્રીમ કોર્ટ
તરફથી અપાયેલા આંચકાના ત્રણ કલાકમાં જ નવો તોડ કાઢતાં ગઈકાલે શુક્રવારની રાત્રે તમામ
દેશો પર 10 ટકા ટેરિફ લાગુ કર્યા પછી અમેરિકી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ફરી વધારીને 15 ટકા કરવાનું એલાન કર્યું હતું.સર્વોચ્ચ અદાલતના ફેંસલાથી નારાજ
થઈને ટ્રમ્પે દુનિયાભરના દેશો પર નવા કાયદાની કલમ - 112નો ઉપયોગ કરીને 10 ટકા ટેરિફ લગાવી દીધો હતો.
આ કાયદા હેઠળ મહત્તમ 15 ટકા ટેરિફ
જ લાગુ કરી શકાય છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આજે 10માંથી વધારીને ટેરિફ 15 ટકા કરતાં કાયદાનો પૂરો ઉપયોગ કરી લીધો હતો. આવનારા કેટલાક મહિનાઓમાં
વધુ નવા વેરા નક્કી કરાશે, જે કાનૂની
હશે અને તેનો આશય અમેરિકાને વધુ મજબૂત બનાવવાનો હશે, તેવું પણ
ટ્રમ્પે જણાવ્યું હતું. સર્વોચ્ય અદાલતના આદેશ બાદ ટ્રમ્પે ઘોષણા કરી હતી કે,
24મી ફેબ્રુઆરીથી 150 દિવસ સુધી અમેરિકામાં આયાત
થનારા તમામ સામાન પર 15 ટકાનો એક
સમાન ટેફિર લગાડાશે. આ ટેરિફ અમેરિકા દ્વારા લાગુ મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન) એટલે કે, સર્વાધિક પસંદગીના દેશ પર લગાડાતા આયાતશુલ્ક
ઉપરાંતનો હશે. મતલબ એ થયો કે, કોઈ વસ્તુ પર પાંચ ટકા એમએફએન છે
તો તેના પર કુલ 20 ટકા ટેરિફ
લાગશે. ભારતીય નિકાસ સંગઠનોના મહાસંગ `િફયો'ના મહાનિર્દેશક
અજય સહાયે અમેરિકી રાષ્ટ્રપતિના આ નવા ફેંસલાની પ્રતિક્રિયા આપી હતી. ભારતને ટેરિફ
ઘટતાં રાહત થશે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવના સંસ્થાપક અજય શ્રીવાસ્તવે કહ્યું
હતું કે, ભારતે અમેરિકા સાથે થયેલી વચગાળાની વેપાર સમજૂતીની પુન:
સમીક્ષા કરવી જોઈએ. હવે ટેરિફ અમેરિકાને થનારા
ભારતના કુલ નિકાસમૂલ્યના 55 ટકા હિસ્સા
પર જ લાગુ થશે, તેવું તેમણે જણાવ્યું હતું.