• રવિવાર, 19 મે, 2024

બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને નિખારનારા શિક્ષકો ધન્યવાદને પાત્ર

ભુજ, તા. 6 : અહીં જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત માતૃછાયા ઢીંગલીઘર બાલઘરના ત્રણથી પાંચ વર્ષના નાના-નાના ભૂલકાઓ દ્વારા વાર્ષિક ઉત્સવ (બાલોત્સવ) ઊજવાયો હતો. શાળાના ટ્રસ્ટી નલિનીબેન?શાહ, ટ્રસ્ટી રજનીભાઇ પટવા, ઢીંગલીઘરના આચાર્ય અનિલાબેન ગોર, સર્વમંગલ આરોગ્ય ધામના ડોક્ટર આલાપ અંતાણી, માતૃછાયા પરિવાર તથા વાલીઓ જોડાયા હતા. માધ્યમિક વિભાગ તથા પ્રાથમિક વિભાગના આચાર્યાએ શુભેચ્છા પાઠવી હતી. ઋતુ ગીત, બાળપણના મસ્તીભર્યાં ગીતો, માતા-પિતાના પ્રેમનું વર્ણન કરતાં ગીતો, ગુજરાતની ગૌરવગાથા વર્ણવતું અમારું ગુજરાત છે જેવા ગીતોની રજૂઆત થઇ?હતી. સાથે નાના મોઢે મોટી વાત ઉક્તિને સાર્થક કરતી મારા વ્હાલા દાદા-દાદી, વૃક્ષ, શિક્ષણ, સ્વચ્છતા, વીજળી વિશેની મૌખિક અભિવ્યક્તિની રજૂઆત પણ કરાઇ હતી. ટ્રસ્ટી નલિનીબેને આશીર્વચન આપતાં કહ્યું હતું કે, નાના બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને ઓળખી નિખારનારા શિક્ષકો તથા વાલીઓ ધન્યવાદને પાત્ર?છે. સ્ટેજ ડેકોરેશન, વીડિયોગ્રાફીમાં સહયોગ આપનારા વાલીઓનું સન્માન કરાયું હતું. શાળા ટ્રસ્ટ તરફથી રૂા. 11,000ના ઇનામની જાહેરાત થઇ હતી, તો વાલીઓએ પણ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. વાલીઓએ ઢીંગલીઘરના આચાર્યા અનિલાબેન તથા શિક્ષકોનો આભાર માન્યો હતો, જ્યારે પ્રતિભાવ રજૂ કરતાં પ્રિયાબેન મહેતાએ ગુજરાતી માધ્યમમાં માતૃછાયાને નંબર વન સ્કૂલ કહી હતી. સુપરવાઇઝર દીપાબેન ઠક્કર તથા મીનાક્ષીબેન ઠક્કર, નિશાબેન સોનેતા, પારુલબેન ધામેચા, કમલાબેન મહેશ્વરી, નિરુપાબેન ભટ્ટ, ભાવિનીબેન જોષી, તેજલબેન પાઠક, પ્રિયંકાબેન ગોર, પ્રીતિબેન સોરઠિયા, પૂનમબેન માહેશ્વરી, રાધાબેન ભાવસાર, શિલ્પાબેન ગોર, ભાવનાબેન ઠક્કર, મેઘાબેન ગોર તથા અપેક્ષાબેન ગોરે જહેમત ઊઠાવી હતી. સંચાલન નેહાબેન ગુંસાણી તથા સિદ્ધિબેન પટ્ટણી દ્વારા કરવામાં આવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang