• રવિવાર, 19 મે, 2024

નખત્રાણા તાલુકામાં બાગાયતી પાકને અસર

નખત્રાણા, તા. 6 : ગત વર્ષે ચોમાસાના આરંભપૂર્વે બિપોરજોય વાવાઝોડાથી નખત્રાણા તાલુકામાં ચાલુ મોસમનો કેરી, દાડમ, પપૈયા આદિ ફળફળાદી પેદાશને માઠી અસર થઈ હતી. એટલું નહીં, તીવ્ર વાવાઝોડાથી હચમચી ગયેલાં વૃક્ષો અને તેનાં મૂળિયાનાં કારણે તેમજ શિયાળા દરમ્યાન ગ્લોબલ વોર્મિંગ પ્રતિકૂળ વાતાવરણનાં કારણે ચાલુ મોસમના વિવિધ બાગાયતી પાકોમાં 2પથી 30 ટકા જેટલી પેદાશ થવાનાં કારણે ખેડૂતોને આર્થિક મોટો ફટકો પડયો હોવાની વિગતો બહાર આવી છે. નખત્રાણા તાલુકા મથકથી દક્ષિણપટ્ટીનાં ખીરસરા (રોહા), વેરસલપર, દેવપર (ગઢ) સહિતનાં ગામોમાં લગભગ દસ જેટલા કેસર કેરીના બગીચાઓમાં 1 હજાર આંબાનાં વૃક્ષ છે, જેમાં સામાન્ય રીતે ઉત્પાદન થતાં આમ્રફળોને 20થી?2 ટકા જેટલો માંડ પાક ઊતરશે તેવું ખેડૂતોએ અંદાજ આપ્યો હતો. વેરસલપરમાં બાગાયતી ખેડૂતો સુરેશભાઈ વાલાણીએ જણાવ્યું કે, પોતે 26 વર્ષથી કેસર કેરીના બગીચા ધરાવે છે. 0 એકર જમીનમાં 7 હજારથી ઉપર વૃક્ષોના બગીચામાં વૃક્ષોને પાણી- ખાતર સહિતની માવજતથી ઉત્પાદન થતાં સેંકડો ટન ઉમદા ક્વોલિટીનાં આમ્રફળની દેશ-વિદેશ નિકાસથી સારા ભાવ મળે છે, પણ છેલ્લાં બે વર્ષની પેદાશની ઘટથી આર્થિક મોટો ફટકો પડયો છે. ગત વર્ષે બિપોરજોય વાવાઝોડાથી બગીચામાં ઊભેલાં કેસર કેરીનાં વૃક્ષોમાં મોટા ભાગનો માલ જમીનદોસ્ત થયો હતો. એટલું નહીં, પણ વાવાઝોડાનાં કારણે અનેક વૃક્ષો હલબલી જતાં વૃક્ષોનાં મૂળ જગ્યાથી પરિવર્તન થતાં ચાલુ વર્ષે પાક પેદાશ ઘટી ગઈ છે. તે ઉપરાંત શિયાળાનાં અંતિમ ચરણોમાં વૃક્ષોમાં મોર (ફૂલ) બેસતા સમયે ઝાકળિયું વાતાવરણનાં કારણે વિષમ વાતાવરણથી ફૂલ તથા બંધાયેલ નાની કેરી મુરઝાઈ જવાનાં કારણે ગત સમયથી સૌથી ઓછું ઉત્પાદન થવાનું પ્રથમ વખત બન્યું છે, ત્યારે આર્થિક રીતે મોટું નુકસાન સહન કરવા વગર છૂટકો નથી તેનો વસવસો ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો. જ્યારે બીજીતરફ નખત્રાણા તા. મથકથી ઉત્તર - પશ્ચિમ વિસ્તારના કેરીના બગીચાઓમાં સૌથી ઓછું પાંચથી 1 ટકા જેટલું ઉત્પાદન થવાનું ધરતીપુત્રોએ અંદાજ આપ્યો હતો. મોટી વિરાણી ગામની ભાગોળે રવિભાણ આશ્રમ - રામ મંદિરની વાડીનાં આમ્રફળના બગીચામાં ઉપલબ્ધ 300 વૃક્ષમાં માંડ પાંચથી 10 ટકા ફાલ લાગ્યા હોવાનું લઘુ મહંત સુરેશદાસજી બાપુએ જણાવ્યું હતું. રીતે વર્તમાન કેરીની સિઝનમાં ઓછાં ઉત્પાદનથી આમ્રફળ આરોગવાના શોખીનો માટે ઊંચા ભાવે ખરીદી, શોખ પૂરો કરાવો પડશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang