• રવિવાર, 19 મે, 2024

જીવદયા ક્ષેત્રે સેવામાં વધુ લોકો આગળ આવે

મુંદરા, તા. 6 : પ્રાગપર રોડ સ્થિત ભગવાન મહાવીર પશુરક્ષા કેન્દ્ર એન્કરવાલા આહિંસાધામ તરફથી માંડવીમાં સૌ પ્રથમ વાર જૈનપુરીમાં `એક શામ ગૌ માતા કે નામ' સદાબહાર ગીતોનો મ્યુઝિકલ કાર્યક્રમ યોજાયો હતો, જેને આઠસોથી વધુ જીવદયાપ્રેમી ભાઈ-બહેનોએ માણ્યો હતો. ડો. પુનિતભાઈ ભગવતીપ્રસાદ ખત્રીના પ્રમુખપદે યોજાયેલા કાર્યક્રમમાં હરજીભાઈ વેકરિયા, ભગવાનજીભાઈ ઝાલા, વાડીલાલભાઈ દોશી, મેહુલભાઈ શાહ, હરજીભાઈ કારાણી, પ્રવીણભાઈ વેલાણી, ચંદ્રકાંતભાઈ ચોથાણી, શાંતિલાલભાઈ  ગણાત્રા, લક્ષ્મણભાઈ વરસાણી અતિથિવિશેષપદે ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે માંડવી સ્વામિનારાયણ મંદિરના સંતો અને આઈ ચંદુમા ગઢશીશાવાળાએ આશીર્વાદ આપ્યા હતા અને મહેમાનોના હસ્તે ગૌ પૂજન કરાયું હતું. સંસ્થા પ્રમુખ હરેશભાઈ વોરાએ દાતાઓ અને મહેમાનોને આવકાર્યા હતા. સંસ્થાના મેનાજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ સંગોઈએ તેંત્રીસ વર્ષથી જીવદયા, પશુરક્ષા, વૃક્ષ બચાવ પર્યાવરણની રક્ષા કરતી સંસ્થાની માહિતી આપીને કહ્યું કે, અમે દરેક વિસ્તારમાં આવા કાર્યક્રમ યોજી જીવદયાપ્રેમીઓની ટીમ તૈયાર કરીએ છીએ કે જેથી તેઓ આગળ આવી ક્ષેત્રે સેવા કરે. કાર્યક્રમમાં ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત આચાર્ય સંજયમુનિ મહારાજ સાહેબે જીવદયાની રક્ષા કરવા માટે અપીલ કરી સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ છેડા, વાડીલાલભાઈ દોશી, ચંદ્રકાંતભાઈ ચોથાણીએ આયોજનને બિરદાવી સહયોગની ખાતરી આપી હતી. મહેમાનો - દાતાઓનું સંસ્થાના કાર્યકરોના હસ્તે સ્મૃતિચિહ્ન આપી સન્માન કરાયું હતું. બાળ કલાકાર ઐશ્વર્યા કેશવાણી,  મુંબઈથી ખાસ આવેલા ફિલ્મ ટીવી કલાકાર કિશોર ભાનુશાલી (જુ. દેવાનંદ) ગીતો રજૂ કરી શ્રોતાઓને ખુશ કર્યા હતા. ભાગ્યેશભાઈ વારાએ લોકસાહિત્ય રજૂ કર્યું હતું. ચિંતનભાઈ મહેતા, મનોજભાઈ વોરાએ સહકાર આપ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટીઓ શાંતિલાલભાઈ ગંગર, મૂલચંદભાઈ છેડા (મુંબઈ), ડાયાભાઈ ઉકાણી, રાજેશભાઇ સોરઠિયાએ માર્ગદર્શન આપ્યું હતું.  મેનેજર રાહુલ સાવલા, દીપકભાઈ પટેલ, ચેતનાબેન નાગડા, ગૌરીશંકર કેશવાણી, ધવલભાઈ ગંગરએ વ્યવસ્થા સંભાળી હતી. દાતાઓ અને મહેમાનોનો સંસ્થાના સીઈઓ ગિરીશભાઈ નાગડાએ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યકમના  કન્વીનર લાંતિકભાઈ શાહ, નીરવભાઈ શાહ, જુગલભાઈ સંઘવી, અમિતભાઈ મહેતા. વિનયભાઈ ટોપરાણી, વિઠલદાસ સોની, ભાવિનભાઈ શાહ, ધર્મેશભાઈ જોષીએ જહેમત ઉઠાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang