• રવિવાર, 19 મે, 2024

રાષ્ટ્રીય અનુ.જાતિ આયોગના ચેરમેન સમક્ષ જટિલ પ્રશ્નોની ચર્ચા

ગાંધીધામ, તા. 6 : અહીંના દીનદયાળ હોલ ખાતે યૂથ ઉપનિષદ દ્વારા સાહિત્ય ઉત્સવ સમસરતા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભારત સરકારના અનુ. જાતિ આયોગના ચેરમેનનું કંડલા કોમ્પલેક્ષ મહેશ્વરી સમાજ દ્વારા સન્માન કરાયું હતું. ભારતીય વિચારમંચના પ્રમુખ જયેશભાઇ રાજદેના અધ્યસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભારતરત્ન અને બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા રાષ્ટ્રહિત અને અનુ.જાતિ સમાજ, વંચિતોના હિત માટે પોતાનું આખું જીવન  સમર્પિત કર્યું. તે વિષય પર વક્તા તરીકે ભારત સરકારના અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન કિશોરભાઇ મકવાણા સાથે મહેશ્વરી સમાજના અગ્રણીઓ દ્વારા ચર્ચા કરાઇ હતી તેમજ સમાજના વિશેષ જટિલ પ્રશ્નોની ચર્ચાઓ કરી હતી. ત્યારબાદ તેમનું શાલથી સન્માન કરાયું હતું. કંડલા કોમ્પલેક્ષ મહેશ્વરી સમાજના કાર્યકારી પ્રમુખ જીવરાજભાઇ ભાંભી, મંત્રી પ્રવકતા રાજેશભાઇ ભરાડિયા, સામાજિક અગ્રણી જે.પી. મહેશ્વરી, સમાજ સમરસતાના  સંયોજક વિરલભાઇ બોરળીયા, વિસ્તારક પાર્થભાઈ મોદી, મંગલભાઇ બળીયા, ખીમજીભાઈ સિંધવ, દિપેનભાઇ જોડ, કાનજીભાઈ ગડણ, નીલેશભાઈ સિંચણીયા, કિશોરભાઇ ધુવા, વંદનાબેન ધુવા, હસુ દાદા માતંગ, વિનોદભાઇ ગવાણીયા, મારૂ સમાજના પ્રમુખ ગોપાલભાઈ મકવાણા, રમેશભાઈ મારૂ, વાલ્મીકિ સમાજના આગેવાનો શિવજીભાઈ વાઘેલા, ચમનભાઇ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang