• રવિવાર, 19 મે, 2024

ડો. અબ્દુલકલામ મેગા કોમ્પિટિશનના કચ્છના વિજેતા છાત્રોને સન્માનાયા

ભુજ, તા. 6 : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા બોર્ડની પરીક્ષા પહેલાં ધો. 10 બોર્ડના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને હેતુલક્ષી પ્રશ્નોમાં વધુ ગુણ આવે ઉદેશ્યથી લેવાયેલી ડો. અબ્દુલકલામ મેગા કોમ્પિટિશનમાં 71190 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. સમગ્ર રાજ્ય સાથે કચ્છમાં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓના સન્માન કરાયા હતા. જેમાં સમગ્ર રાજ્યમાં સાતમો અને કચ્છમાં પ્રથમ ક્રમ ચિત્રોડા લાભ ધર્મેશભાઈ (ઓમ વિદ્યા મંદિર, ગાંધીધામ) મેળવ્યો હતો. તેના વતી માતૃશ્રી એમ. પી. પટેલ કન્યા વિદ્યાલય ગાંધીધામના આચાર્યા કૈલાશબેને પ્રમાણપત્ર સ્વીકાર્યું હતું. માંડવી મુકામે સારસ્વત ટ્રસ્ટના વહીવટી અધિકારી મુલેશ દોશી તેમજ આચાર્ય ડો. વી. એમ. ચૌધરી દ્વારા પ્રમાણપત્ર આપી વિજેતાઓને પ્રોત્સાહિત કરાયા હતા. ત્યારબાદ અનુક્રમે દરજી ઉદય ગુણવંતભાઈ (ઉતર બુનિયાદી વિદ્યાલય આડેસર, તા. રાપર), ઘાંચી જુવેરીયા ઝહીદભાઈ (એસ. કે. આર. કે. માંડવી), ઠક્કર નિધી મહેશભાઈ (એમ. પી. પટેલ કન્યા વિદ્યાલય) વિ. વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અપાયા હતા. તકે . બી. આર. એસ. એમ. કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશ જાની, મહામંત્રી ધમેન્દ્ર પરમાર તેમજ કોષાધ્યક્ષ કીર્તિ પરમાર જોડાયા હતા. ઓનલાઈન ક્વિઝ સ્પર્ધામાં વિજેતા થનારા તમામ વિદ્યાર્થીઓને અલ્પેશ જાનીએ શુભેચ્છા પાઠવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang