• રવિવાર, 19 મે, 2024

નખત્રાણા તા.માં ચાલુ વર્ષે મીઠી આંબલીનો મબલખ પાક શ્રમજીવી માટે આશિષરૂપ

નખત્રાણા, તા. 6 : નખત્રાણાની બજારમાં આંબલી વેચતા કાછીઆઓ માટે પાક આશીર્વાદરૂપ થયો છે. મીઠી આંબલીના વૃક્ષમાં વ્યાપક પ્રમાણમાં કાંટા હોવાથી વૃક્ષમાંથી આંબલી ઉતારવા ઈંગેડી (લાકડિયા બાંધેલો વાંકડો તાર)નો ઉપયોગ કરવામાં આવે છે. આંબલીનું વૃક્ષ ગમે તેવા કપરા કાળ કે દુષ્કાળમાં પણ વગર પાણીએ લીલોછમ રહે છે તથા તેમાં એપ્રિલ-મે માસમાં આંબલીના કાતરા લાગે તે પાકતાં આંબલીના કાતરામાંથી સફેદ રંગના ડોડાના મધ ખાવામાં સ્વાદિષ્ટ, મીઠા-મધુરા વનફળ આરોગી આનંદ માણે છે. આંબલી વેચતા કાછીઓએ વિગત આપતાં જણાવ્યું હતું કે, એક વૃક્ષમાંથી દરરોજ પથી 10 કિલો જેટલી ઊતરતી આંબલી બજારમાં હાથલારી ઉપર વેચવા લઈ જઈને તેના ભાવમાં પા કિલોના ત્રીસ એક કિલો ભેગીનો ભાવ એકસોના ભાવે વેચાય છે. જેમાં અમારું સારું ગુજરાન ચાલે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang