• રવિવાર, 19 મે, 2024

આજે કચ્છમાં ચૂંટણીની ગરમી : મતદાનનો તખતો તૈયાર

ભુજ, તા. 6 : 18મી લોકસભા માટે યોજાયેલી ચૂંટણીનું મતદાન મંગળવારે કચ્છમાં શરૂ થવાનું છે ત્યારે લોકશાહીનાં પર્વને મનાવવા કચ્છના મતદારોથી માંડી આમજનતામાં ઉત્સાહ જોવા મળે છે. આદર્શ આચારસંહિતાની હવે અમલવારી કડક હોવાથી રાજકીય પક્ષોની પ્રચાર ઝુંબેશના નિરસ વાતાવરણમાં ચૂંટણીની ગરમી સાથે ઉનાળાના 40 ડિગ્રીથી વધુના તાપ વચ્ચે કચ્છ અને મોરબીના 19.43 લાખ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. પાંચ વર્ષ પહેલાંની તુલનાએ બે લાખ મતદારોનો વધારો થયો છે. 18મી લોકસભા માટે કચ્છની અનુ. જાતિ માટેની અનામત બેઠકનું આવતીકાલે 7મી મે મંગળવારે મતદાન થવાનું છે ત્યારે જિલ્લાના ચૂંટણી તંત્રથી માંડી તમામ સરકારી વિભાગો સજ્જ બન્યા છે. આજે સવારે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, મતદાર નોંધણી ઝુંબેશ છેલ્લી ઘડી સુધી ચાલુ રાખવામાં આવી હોવાથી કાલે 19,43,136 મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જો કે, ચુનાવી પ્રક્રિયા નિર્ભય રીતે પાર થઇ શકે માટે પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસે 17 હજાર અસામાજિક તત્ત્વોની અગાઉથી અટક કરી છોડી મૂક્યા હતા. કલેક્ટર શ્રી અરોરાએ પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે, કચ્છ લોકસભા બેઠક હેઠળ મોરબી સહિત કચ્છની સાત વિધાનસભા આવતી હોવાથી ગઇકાલ સુધી 19,43,136 મતદારો નોંધાયેલા છે તેઓ મતદાન કરી શકશે જેમાં પુરુષ 10,00,743 અને ત્રી 9,42,366 મતદારો છે, જ્યારે 27 અન્ય મતદારો છે. મતદાનનો સમય સવારે સાતથી સાંજે વાગ્યા સુધીનો રહેશે. સાત વિધાનસભામાં કુલ 2140 બૂથ નક્કી કરવામાં આવ્યા છે. વખતે 49 સખી બૂથ છે જ્યારે દિવ્યાંગ સાત અને સાત મોડેલ, એક યુવા બૂથ એમ અલગ-અલગ કેટેગરીના બૂથ બનાવવામાં આવ્યાં છે. તમામ 2140 બૂથ ઉપર 9203નો પોલિંગ સ્ટાફ ફાળવવામાં આવ્યો હોવાથી આજે એટલે કે સોમવારે ફાળવવામાં આવેલા પોલિંગ સ્ટેશને પહોંચી જશે. મતદાન મથક સુધી પહોંચવા જુદા-જુદા 222 ઝોનલ અધિકારીઓની સાથે 243 રૂટ બનાવવામાં આવ્યા છે. તમામ માટે આજે પહોંચવા અને કાલે મતદાન બાદ પરત લાવવા 245 એસ.ટી. બસની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. મતદાન ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં થવાનું હોવાથી .વી.એમ., બેલેટ યુનિટ અને વીવીપેટ 2140 બૂથ પ્રમાણે રવાના કરવામાં આવ્યા હતાં. ઉપરાંત ક્યાંક જો ખોટીપો સર્જાય તો માટે ત્રણેય સાધનોના સેટ અનામત રાખવામાં આવ્યા છે. ગરમીને ધ્યાનમાં લઇ મતદાનનું પ્રમાણ સવારના અને સાંજના ભાગમાં વધારે થવાની શક્યતા હોવાથી લાઇનો લાગી શકે એવા મતદાન મથકો તારવવામાં આવ્યા છે. તમામ જગ્યાએ છાંયડો, પાણી, શૌચાલય, આરોગ્ય વ્યવસ્થા વગેરે કરવામાં આવ્યા છે. કચ્છમાં સંવેદનશીલ બૂથ અલગ તારવાયાં છે. વળી 944 સ્થળોએ વેબ કાસ્ટિંગથી લાઇવ કેમેરા લગાડી વીડિયોગ્રાફી કરવામાં આવશે જેનું જિલ્લામથક ભુજ ખાતે 21 ક્રીન ઉપર ટીમો દેખરેખ પણ રાખશે. પોસ્ટલ, મોટી વયવાળા અને દિવ્યાંગોના ઘેરબેઠા મતદાન પ્રક્રિયા ઉપરાંત પોસ્ટલ બેલેટવાળા મળી 9101નું મતદાન થઇ જતાં પેટીઓ સ્ટ્રોંગરૂમમાં રાખી દેવામાં આવી છે, જે સરકારી કર્મચારીઓને ફરજ સોંપાઇ છે એવા સાત હજારનું મતદાન થતાં કુલ બેલેટથી 16 હજાર મતો પડી ચૂક્યા છે. મતદાન મથકમાં મતદારોને મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવાથી મોબાઇલમાં રહેલા ફોટો -ઓળખકાર્ડ ચાલશે નહીં. અસલ કાર્ડ અથવા નક્કી કરાયેલા વધુ 12 આધારમાંથી કોઇપણ એક હશે તો પણ મતદાન કરવા મળશે, એના માટે મતદારનું નામ મતદાર યાદીમાં હોવું ફરજિયાત છે એમ કલેક્ટરે જણાવ્યું હતું. જિલ્લાના નોડેલ અધિકારી અને ડી.ડી.. શૈલેશ પ્રજાપતિએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી મતદાન વધુ પ્રમાણમાં થાય તે માટે જાગૃતિના કચ્છમાં હરીફાઇઓથી માંડી શેરી નાટક વગેરે જેવા કાર્યક્રમ યોજાયા છે. પશ્ચિમ કચ્છના પોલીસવડા મહેન્દ્ર બગડિયાએ ચુનાવી માહોલમાં સુરક્ષા વ્યવસ્થાને લગતા લેવામાં આવેલા પગલાં અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ખાસ કરીને અબડાસા, માંડવી, ભુજ અને અંજાર વિસ્તાર થોડા સંવેદનશીલ છે, ત્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પશ્ચિમ કચ્છમાં ગેરકાયદે હથિયાર ધરાવતી હોય એવી 10 વ્યક્તિના હથિયાર કબજે લેવામાં આવ્યા છે. લોકો નિર્ભયતાથી મતદાન કરી શકે તેથી બારીકાઇથી બંદોબસ્ત ગોઠવાયો છે. અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય એવા સાત હજાર લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ પાસા હેઠળ પકડવામાં આવ્યા છે, 110ને તડીપાર કરવાના હોવાથી 30 થઇ?ચૂક્યા છે જ્યારે પૂર્વ કચ્છના એસ.પી. સાગર બાગમારેના કહેવા પ્રમાણે પૂર્વ કચ્છમાં 10 હજાર ગુનાહિત ઇતિહાસ ધરાવતા કે અસામાજિક લોકો સામે કાર્યવાહી કરી રાઉન્ડઅપ કરી દેવામાં આવ્યા હતા અને ચૂંટણી દરમ્યાન કોઇ ગુનો નહીં કરવાની સૂચના આપી છોડવામાં આવ્યા છે. નવ હથિયાર સાથે પકડવામાં આવ્યા છે, 13 પાસા અને 12 જણને તડીપાર કરી દેવામાં આવ્યા છે. જિલ્લાકક્ષાએ 1800 233 2389 ટોલ ફ્રી કંટ્રોલ રૂમનો નંબર છે જ્યાં ફરિયાદ કરી શકાય છે. જાહેરનામું બહાર પડયું ત્યારથી પોલીસ સહિતના તંત્ર ચૂંટણી દરમ્યાન હેરફેર થતી રોકડ કે વસ્તુઓ પર ધ્યાન રાખી હતી. પોલીસ તંત્રે 33,62,493નો માલ-રોકડ કબજે કર્યા છે જ્યારે કસ્ટમ દ્વારા 1,46,12,736, ડી.આર.આઇ. 25,47,13,584 અને આયકર વિભાગે રૂા. 50,76,585ની રકમ કબજે લીધી છે. પત્રકાર પરિષદમાં અધિક કલેક્ટર મિતેશ પંડયા, ચૂંટણી અધિકારી મેહુલ દેસાઇ, શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા હાજર રહ્યા હતા. - ચૂંટણી કાર્ડ નથી તો 12 પુરાવા ચાલશે : ભુજ, તા. 6 : જો મતદાર પાસે ચૂંટણી કાર્ડ ઉપલબ્ધ હોય તો ચૂંટણીપંચે નક્કી કરેલા 12 પુરાવાથી પણ મતદાન કરી શકે છે, પણ મતદાર યાદીમાં નામ હોવું ફરજિયાત છે- આધારકાર્ડ, ડ્રાઇવિંગ, લાયસન્સ, પાનકાર્ડ- મનરેગા હેઠળ આપવામાં આવતા જોબકાર્ડ- બેન્ક, પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક- શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલા હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટકાર્ડ- એનપીઆર અન્વયે આરજીઆઇ દ્વારા આપવામાં આવતા સ્માર્ટકાર્ડ, પાસપોર્ટ- ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ- કેન્દ્ર, રાજ્ય સરકાર, જાહેર ક્ષેત્ર ઉપક્રમો, જાહેર લિમિટેડ કંપનીઓને કર્મચારીઓને ઇસ્યૂ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો- સંસદ સભ્યો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યોને ઇસ્યૂ કરેલા સરકારી ઓળખપત્રો.- અન્ય વિકલાંગતા કાર્ડ. - 11 ઉમેદવારનું ભાવિ આજે .વી.એમ.માં કેદ : ભુજ, તા. 6 : આવતીકાલે 18મી લોકસભા માટે થનારી ચૂંટણીની મતદાન પ્રક્રિયા હાથ ધરાનારી છે, ત્યારે કચ્છમાં મુખ્ય બન્ને પક્ષ ભાજપ અને કોંગ્રેસ સહિત 11 ઉમેદવાર મેદાનમાં છે. તેઓનું ભાવિ .વી.એમ.માં કેદ થવાનું છે. કોણ-કોણ ઉમેદવારોએ ચુનાવી મેદાનમાં ઝંપલાવ્યું છે, તે મુજબ છેચાવડા વિનોદ લખમશી - ભાજપ - નીતેશ પરબત લાલણ - કોંગ્રેસ - વિજય ભાચરા - બહુજન સમાજ પાર્ટી - અરવિંદ અશોક સાંઘેલા - ગુજરાત સર્વ સમાજ પાર્ટી - દેવાભાઇ મીઠાભાઇ ગોહિલ - રાષ્ટ્રીય પાવર પાર્ટી - બોચિયા ભીમજી ભીખા - સર્વ સમાજ જનતા પાર્ટી - રામજી જખુ દાફડા - રાઇટ ટુ રિકોલ પાર્ટી - શામળિયા વીરજી ચકુ - હિન્દવી સ્વરાજ્ય દળ - કવિતાબેન દિનેશ મચ્છોયા - અપક્ષ - બાબુલાલ લધા ચાવડા  - અપક્ષ - વણઝારા હીરાબેન દલપત  - અપક્ષ

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang