નવી દિલ્હી, તા. 18 : દુનિયા માટે નવી ચિંતા ઉભી કરતાં કોરોનાએ
ફરી ફૂંફાડો માર્યો છે. કોરોનાના નવા રુપ એક્સઈસીએ ર7 દેશમાં તરખાટ મચાવ્યો છે. કોરોનાની
અનેક લહેરોનો સામનો કરી ચૂકેલી દુનિયા સામે મહામારીનો નવો ખતરો ઉભો થયો છે. કોરોના-એક્સઈસી
અનેક દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઓમિક્રોનનું નવું સ્વરૂપ એક્સઈસીએ હાલ યુરોપમાં
હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 3 મહિના કરતાં પણ ઓછા સમયમાં ર7 દેશમાં કોરોનાનું આ સ્વરૂપ
પ્રસરી ચૂક્યું છે. વૈજ્ઞાનિકો અનુસાર કોરોનાના અત્યાર સુધીમાં આવી ચૂકેલા તમામ વેરિયેન્ટ
કરતાં એકસઈસી સૌથી વધુ સંક્રામક છે. તેમ છતાં વૈજ્ઞાનિકો આશાવાદી છે કે બજારમાં ઉપલબ્ધ
વેકિસનની મદદથી કોરોનાના આ સ્વરૂપને વધુ ફેલતો રોકી શકાશે. હાલ ભારતમાં કોરોના એક્સઈસીનો
એક પણ કેસ નોંધાયો નથી. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે કોવિડ 19ના સૌથી ખતરનાક સ્વરૂપ
એક્સઈસી યુરોપમાં ઝડપથી પ્રસરી રહ્યો છે. ગત જૂનમાં સૌ પહેલા જર્મનીમાં કોરોનાનું આ
સ્વરૂપ સામે આવ્યું હતું. યુકે, યૂએસ, ડેનમાર્ક, પોર્ટુગલ, યુક્રેન, ચીન, નોર્વે સહિત
અનેક દેશોમાં તેના કેસ નોંધાયા છે. વૈજ્ઞાનિકો અનુસાર કોરોના એક્સઈસી ઓમીક્રોન કેએસ.1.1
અને કેપી.3.3નું હાઈબ્રિડ રુપ છે. યુરોપ સહિત ર7 દેશના પ00 સેમ્પલમાં કોરોના એક્સઈસી
મળ્યો છે.