નવી દિલ્હી, તા. 26 : ઓનલાઈન વધી
રહેલા ઠગાઈના કિસ્સાઓ અને ડિજિટલ છેતરપીંડીને રોકવા માટે સરકારે કડક પગલાં લેતાં પહેલી
માર્ચથી `િસમ બાઈન્ડિંગ' નિયમ લાગુ કરવાની સ્પષ્ટતા કરી હતી. આ નિયમથી
વોટ્સએપ, ટેલિગ્રામ, સિગ્નલ, સ્નેપચેટ, શેરચેટ, જિયોચેટ,
અરાટાઈ અને જોશ જેવા મેસેજિંગ એપ સિમકાર્ડ વિના ચાલશે નહીં. આ સાથે જ
અલગ-અલગ ડિવાઈસ પર લોગિન કરાયેલા વેબ કે ડેસ્કટોપ માટે પણ છ કલાકનો ઓટો લોગઆઉટ નિયમ
લાગુ થશે. એક મીડિયા હેવાલ મુજબ, સરકારે સ્પષ્ટપણે કહ્યું હતું
કે, `િસમ બાઈન્ડિંગ' નિયમમાં કોઈ બદલાવ કરાશે નહીં. ડિજિટલ સુરક્ષાને
મજબૂચ કરવાના હેતુથી પહેલી માર્ચથી આ નિયમ લાગુ થશે અને કંપનીઓએ તેનો સ્વીકાર કરવો
જ પડશે. આ નિયમ લાગુ થતાંની સાથે જ વોટ્સએપ, ટેલિગ્રામ,
સિગ્નલ, સ્નેપચેટ, શેરચેટ,
જિયોચેટ, અરાટાઈ અને જોશ જેવા મેસેજિંગ એપ્લિકેશન
સિમકાર્ડ વિના સક્રિય નહીં રહી શકે, જેથી આ મેસેજિંગ એપનો ઉપયોગ
જે નંબરથી થઈ રહ્યો છે તે સાચો અને એક્ટિવ છે તેની પુષ્ટિ થઈ શકે. સાથે જ જો સિમકાર્ડ
મોબાઈલમાંથી નીકળી જશે કે ઈનેક્ટિવ થશે તો એપની સેવાઓ તે ડિવાઈસમાં કામ કરતી બંધ થઈ
જશે.સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, જે મોબાઈલ નંબરથી ઉપયોગકર્તાએ
વોટ્સએપ એકાઉન્ટ બનાવ્યું છે, તે જ સિમકાર્ડ ફોનમાં એક્ટિવ રહેવું
જોઈએ, જો તેમ નહીં થાય તો આ એપ્સ બંધ થઈ જશે. નોંધનીય છે કે,
અત્યાર સુધી આવા મેસેજિંગ એપ્સમાં છ આંકડાના ઓટીપી દ્વારા લોગિન કરી
શકાતું હતું, ત્યારબાદ સિમકાર્ડની હાજરી તપાસાતી નહોતી. નવો નિયમ
લાગુ થશે તો ડિજિટલ ઠગાઈ, ખોટા નંબરનો દુરુપયોગ અને સાયબર અપરાધોને
રોકવામાં મદદ થશે અને દરેક એકાઉન્ટ એક વેરિફાઈડ સિમ સાથે જોડાયેલું હશે, તો ફેક એકાઉન્ટની ઓળખ કરવામાં સરળતા થશે તેવું સરકારે જણાવ્યું હતું. ઉલ્લેખનીય
છે કે, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સે સિમ બાઈન્ડિંગ નિયમને
28 નવેમ્બર,2025ના જારી કર્યો
હતો અને કંપનીઓને તેના અમલ મમાટે 90 દિવસનો સમય આપ્યો હતો, જે એક ફેબ્રુઆરી માસમાં પૂર્ણ થાય છે અને સરકારે આ નિયમ પહેલી માર્ચથી લાગુ
કરાશે તેવું કડક વલણ દાખવ્યું છે.