નવી દિલ્હી, તા. 26 : વડાપ્રધાન
મોદીનાં ઈન્સ્ટાગ્રામ પર 100 મિલિયન એટલે
કે, 10 કરોડ ફોલોઅર્સ
થઈ ગયા છે, ઈન્સ્ટાગ્રામ પર આ સીમાચિહ્ન
સર કરનાર મોદી દુનિયાના પહેલા નેતા બની ગયા છે. પીએમ મોદી 2014માં ઈન્સ્ટાગ્રામની સાથે જોડાયા
હતા, આજે તેમના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી
બમણાં કરતાંયે વધુ ફોલોઅર્સ છે. ટ્રમ્પ 43.2 મિલિયન ફોલોઅર્સ સાથે બીજા સ્થાને છે. દુનિયાના પાંચ મોટા નેતાઓના
કુલ્લ ફોલોઅર્સ કરતાં પણ મોદીના વધારે છે. અમેરિકી રાષ્ટ્રપતિ પછી ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ
પ્રબોવો સુબિયાન્ટો 15 મિલિયન ફોલોઅર્સ સાથે ત્રીજા સ્થાને છે. બીજી તરફ 14.4 મિલિયન સાથે બ્રાઝિલના રાષ્ટ્રપતિ
લુલા દા સિલ્વા ચોથા અને તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન 11.6 મિલિયન સાથે પાંચમા સ્થાને
છે. `એક્સ'
પર 2024માં જ મોદીના
100 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા હતા.
આજે ભારતના વડાપ્રધાન 106.2 મિલિયન ફોલોઅર્સ
ધરાવે છે.