• સોમવાર, 20 મે, 2024

વસ્તીમાં હિન્દુઓનો હિસ્સો ઘટયો

નવી દિઙ્ખી, તા.8 : વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (ઈએસી-પીએમ) દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં એવું સામે આવ્યું હતું કે  ભારતમાં વસ્તીના હિસ્સામાં બહુમતી ધર્મ (હિન્દુઓ)ના હિસ્સામાં 1950 અને 2015ની વચ્ચે 7.8 ટકાનો તીવ્ર ઘટાડો થયો હતો, જ્યારે સંખ્યાબંધ પડોશી દેશોમાં તેમના બહુમતી સમુદાયની વસ્તીમાં ઉછાળો જોવા મળ્યો હતો. એકતરફ ભારતમાં હિંદુઓની વસ્તીમાં ઘટાડો નોંધાયો છે તો બીજીતરફ  મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધ અને શીખ સહિત લઘુમતીઓનો હિસ્સો વધ્યો હતો. જો કે, વસ્તીના મિશ્રણમાં જૈન અને પારસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. 1950 અને 2015 દરમ્યાન, ભારતમાં મુસ્લિમ વસ્તીનો હિસ્સો 43.15 ટકા વધ્યો હતો. ખ્રિસ્તીઓની વસ્તીમાં 5.38 ટકા, શીખોમાં 6.58 ટકા વધારો થયો હતો.બૌદ્ધોની  વસ્તી થોડી વધી હતી. ભારતની વસ્તીમાં હિંદુઓનો હિસ્સો 1950માં 84 ટકાથી ઘટીને 2015માં 78 ટકા થઈ ગયો હતો. જ્યારે ગાળા દરમ્યાન (65 વર્ષમાં) મુસ્લિમોનો હિસ્સો 9.84 ટકાથી વધીને 14.09 ટકા થયો હતો એમ ઈએસી-પીએમના અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું. ભારતમાં બહુમતી વસ્તીમાં 7.8 ટકા જેટલો  ઘટાડો, મ્યાનમારના 10 ટકા બાદનો, નજીકના પડોશમાં બીજો સૌથી નોંધપાત્ર ઘટાડો છે. ભારત સિવાય, નેપાળના બહુમતી સમુદાય (હિંદુ) દેશની વસ્તીમાં તેના હિસ્સામાં 3.6 ટકાનો ઘટાડો જોયો છે. જેનો અહેવાલ મે-2024માં બહાર પાડવામાં આવ્યો હતો તે અભ્યાસમાં, વિશ્વના 167 દેશોમાં વલણોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang