• રવિવાર, 19 મે, 2024

`કોંગ્રેસ પ0 ટકાની સીમા ખતમ કરશે'

ભોપાલ, તા. 6 : મધ્યપ્રદેશના ખરગોનમાં સોમવારે એક ચૂંટણી સભામાં `મોદીરાજ' પર નિશાન સાધવા સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોટા નિવેદનમાં કહ્યું હતું કે, ભાજપ અને નરેન્દ્ર મોદીનું અંતિમ લક્ષ્ય વંચિતોને અનામત છીનવીને શૂન્ય ટકા કરવાનું છે. પરંતુ કોંગ્રેસ 0 ટકા અનામતની સીમા તોડી નાખશે અને સામાજિક ન્યાય કરીને બતાવશે. કોંગ્રેસની ગેરંટી છે. બીજી તરફ અલીરાજપુર જિલ્લાના જોબતમાં સભામાં સંબોધન કરતા કહ્યું, ચૂંટણી બંધારણને બચાવવાની ચૂંટણી છે. ભાજપ અને આરએસએસ બંધારણને ખતમ નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેથી તેમણે 400 પાર કરવાનો નારો આપ્યો છે. 400 બેઠક તો શું, તેમને 150 પણ નહીં મળે. જોબતની બેઠકમાં વિપક્ષના નેતા ઉમંગ સિંઘારે કહ્યું, પીએમ આવતીકાલે આવવાના છે. તેમને પૂછો કે 2 કરોડ બેરોજગાર યુવાનોને ક્યારે નોકરી મળશે. કોંગ્રેસના કાંતિલાલ ભૂરિયા ભાજપની અનિતા ચૌહાણ સામે ચૂંટણી લડી રહ્યા છે. જોબત બાદ રાહુલ ખરગોન લોકસભા મતવિસ્તારના સેગાંવમાં જનસભા કરશે. લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીની મધ્યપ્રદેશની ત્રીજી મુલાકાત છે. પહેલાં તેમણે 8મી એપ્રિલે શહડોલમાં અને 30મી એપ્રિલે ભિંડમાં સભાઓ કરી હતી. મોદીએ જેટલા રૂપિયા 22 અબજપતિઓને આપ્યા છે તેટલી રકમ અમે ગરીબોને આપવાના છીએ. અમે તમારા માટે એમએસપી પર કાયદો લાવીશું. સરકાર આવતાં તમામ ખેડૂતોની લોન માફ કરીશું. અમે .જા., પછાત વર્ગો અને ગરીબો માટે યોજના લાવ્યા છીએ, પ્રથમ નોકરીની ખાતરી છે. મોદીજી જૂઠું બોલ્યા. ખોટો જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો. દેશમાં બેરોજગારી 45 વર્ષમાં સૌથી વધુ છે. અમે ભારતના તમામ સ્નાતકોને એક વર્ષની નોકરી આપવાના છીએ. સાથે અમે દરેક યુવાનોના બેંક ખાતામાં એક લાખ રૂપિયા જમા કરાવીશું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang