ભુજ, તા. 9 : શહેરના સરપટ નાકા બહાર મહિલા
આશ્રમના ગેટ પાસે પંખેરિયા પરિવાર ઉપર બીજા પરિવારે ઘાતક હુમલો કરતાં પાંચ ઘાયલ થયા
હતા. આ બનાવ અંગે જી.કે. જનરલ હોસ્પિટલમાં પરિવારને સારવાર અર્થે લઇ આવનાર મહેબુબ પંખેરિયાએ
હોસ્પિટલની પોલીસ ચોકીમાં જાહેર કરેલી વિગત મુજબ અબરાબ મહેબુબ પંખેરિયા, અકીબ મહેબુબ પંખેરિયા, નઝમા મહેબુબ પંખેરિયા, ફહીદ અખ્તર પંખેરિયા અને અફઝલ
ઇમ્તિયાઝ આરબ ઉપર જુસબ અલીમામદ કકલ, દિલાવર વલીમામદ કકલ,
આરીફ ગગડા અને જાવેદ ગગડા તથા અન્યો ગાડી લઇને આવી પગના ભાગે છરી મારી
તથા ઇજા પહોંચાડતાં સારવાર અર્થે લઇ આવ્યા છે.