• બુધવાર, 10 જૂન, 2026

મોદી મંત્રીમંડળમાં મોટા ફેરફારની શકયતા

નવી દિલ્હી, તા. 9 : રાજ્યસભાની ચૂંટણી નજીક આવતાંની સાથે જ એનડીએ સરકારમાં મંત્રીમંડળમાં ફેરફારની અફવાઓ તેજ બની છે. આ વખતે ડઝનેક રાજ્યમંત્રીઓને બદલવામાં આવી શકે છે, તેવી અટકળો ચાલી રહી છે. કયાં મંત્રાલયોમાં મોટા ફેરફારો થશે તે હજુ સ્પષ્ટ નથી. રાજ્યસભાની ચૂંટણી 18 જૂને છે. એક મીડિયા અહેવાલ મુજબ, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી ભારતીય જનતા પાર્ટી મોટા કેબિનેટ નિર્ણયો લઇ શકે છે. સૂત્રોને ટાંકીને અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ઓછામાં ઓછા બે કેબિનેટ મંત્રીઓ અને ત્રણ રાજ્ય મંત્રીઓને કાઉન્સિલમાંથી દૂર કરવામાં આવી શકે છે. એવી પણ  અટકળો છે કે, દક્ષિણના રાજ્યમાં પાર્ટીનું નેતૃત્વ મજબૂત બનાવવા માટે એક વરિષ્ઠ મંત્રીની નિમણૂક કરવામાં આવી શકે છે. આપમાંથી ભાજપમાં આવેલા રાઘવ ચઢ્ઢાને પણ મંત્રી બનાવવાની શક્યતા છે. અહેવાલ મુજબ રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી છે કે, જેડી (યુ.), ટીડીપી, એનસીપી અને આરએલએમ. જેવા સાથી પક્ષોને મોદી સરકારના નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.  નીતીશકુમારના જેડી (યુ.) અને ચંદ્રાબાબુ નાયડુના ટીડીપીને સૌથી વધુ ફાયદો થવાની ધારણા છે.  

Panchang

dd