• સોમવાર, 07 જુલાઈ, 2025

ભુજનાં કોમર્શિયલ બિલ્ડિંગમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

ભુજ, તા. 6 : શહેરના સ્ટેશન રોડ પરનાં પૂનમ કોમર્શિયલ બિલ્ડિંગની અંદર ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ખેલીને પોલીસે ઝડપી પાડયા હતા. આજે બપોરે એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા આસિફ ઇશાક ઘાંચી, ઇરફાન લતીફ મોખા, જાવેદ રજાક મેમણ, ઓસમાણ અબ્દુલા મેમણ અને કાંતિલાલ ધનજી સલાટ (રહે. તમામ ભુજ)ને રોકડા રૂા. 16,690 તથા ત્રણ મોબાઇલ કિં.રૂા. 6000 એમ કુલ રૂા. 22,690ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. 

Panchang

dd