• સોમવાર, 07 જુલાઈ, 2025

જાપાને બનાવ્યું કૃત્રિમ લોહી : લાખો જિંદગી બચશે

ટોકિયો, તા. 6 : કહેવાય છે કે દુનિયામાં એક પણ એવું મશીન બન્યું નથી જેમાં એક તરફથી ખોરાક નાંખવામા આવે તો બીજીતરફથી લોહી બનીને નીકળે, પરંતુ જાપાનના વૈજ્ઞાનિકોએ કૃત્રિમ લોહી બનાવવાનો ચમત્કાર કરી બતાવ્યો છે. બ્લડ ગ્રુપની કોઈ મથામણ વિના આ લોહી જરૂરિયાતમંદને ચઢાવી શકાશે. આ લોહીના શરૂઆતનાં પરીક્ષણ આશાસ્પદ રહ્યાં છે. જાપાનની આ શોધ લાખો જિંદગી બચાવી શકે છે. દુનિયાભરમાં રોજબરોજ દુર્ઘટના તથા કટોકટીની સ્થિતિમાં લોહીની ઉણપથી મોટી સંખ્યામાં લોકોનાં મૃત્યુ થાય છે. આંકડાઓ દર્શાવે છે કે દર વર્ષે લાખો લોકો જીવ ગુમાવે છે કારણ કે તેમને સમયસર લોહી મળી શકયું ન હતુ. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વર્ષ ર03ના એક અહેવાલ અનુસાર દર વર્ષે દુનિયામાં આશરે 11.8પ કરોડ યુનિટ લોહીની જરૂર પડે છે. પરંતુ માત્ર 8.7 કરોડ યુનિટ લોહી જ ઉપલબ્ધ થાય છે. હેવાલ અનુસાર આ લોહીને અસલ લોહીના વિકલ્પ તરીકે ઉપયોગમાં લઈ શકાશે. મહત્ત્વનું એ છે કે આ કૃત્રિમ લોહી યુનિવર્સલ છે એટલે કે કોઈ પણ બ્લડ ગ્રુપના વ્યકિતને તે ચઢાવી શકાય છે. ઉપરાંત તેને ફ્રિઝ વિના પણ લાંબો સમય સુરક્ષિત રાખી શકાય છે. જાપાનની નારા મેડિકલ યુનિવર્સિટીના સંશોધકોએ કિલનીકલ ટ્રાયલની તૈયારી શરુ કરી છે જેમાં આ કૃત્રિમ લોહીનો ઉપયોગ કરાશે. ટ્રાયલ સફળ રહ્યા તો ર030 સુધીમાં જાપાન દુનિયાનો પહેલો દેશ બની જશે જયાં કૃત્રિમ લોહીનો ઉપયોગ થતો હોય. જાપાનમાં ગત માર્ચમાં ટ્રાયલ હેઠળ 16 વયસ્કને 100થી 400 મિલી કૃત્રિમ લોહી ચઢાવાયુ છે જેની અસરકારકતા હવે ચકાસવામાં આવશે. - રક્તદાતા ઘટયા : રોજ લાખો જિંદગી જોખમમાં : જાન્યુઆરી ર04માં અમેરિકન રેડક્રોસે ચિંતા દર્શાવી હતી કે તેને કટોકટીની સ્થિતિમાં લોહીની તંગીનો સામનો કરવો પડે છે કારણ કે છેલ્લા ર0 વર્ષમાં રક્તદાતાઓની સંખ્યા સૌથી ઓછી રહી છે. ભારતમાં દરરોજ આશરે 1000 લોકો સમયસર લોહી ન મળવાને કારણે મૃત્યુ પામે છે. ભારતમાં વર્ષે 1.પ કરોડ યુનિટ લોહીની જરૂર પડે છે જેની સામે બ્લડ ડોનેશન કેમ્પ અને અન્ય માધ્યમોથી માત્ર એક કરોડ યુનિટ જ મળી શકે છે. 

Panchang

dd