• સોમવાર, 07 જુલાઈ, 2025

પ્રાગપર ચોકડી પાસે ગુંદાલાનો શખ્સ ક્રિકેટનો સટ્ટો રમતો ઝડપાયો

ભુજ, તા. 23 : આઇપીએલ ક્રિકેટના સટ્ટાનો જ્વર હાલ પૂરબહારમાં છે. છાશવારે પોલીસ દરોડો પાડી કાર્યવાહી કરતી હોય છે. મુંદરાની પ્રાગપર ચોકડી પાસે પોલીસે બાતમીના પગલે મોબાઇલમાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતા ગુંદાલાના શખ્સને ઝડપી લીધો હતો અને આઇડી આપનાર મુંદરાના શખ્સનું નામ ખુલ્યું છે. આ અંગે પ્રાગપર પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ પેટ્રોલિંગ દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે, પ્રાગપર ચોકડીના પુલિયા પાસે આવેલી આશાપુરા હોટેલ નજીક ખુલ્લામાં એક ઇસમ આઇપીએલની ક્રિકેટ મેચનો મોબાઇલમાં સ્કોર જોઇ ઓનલાઇન આઇડી દ્વારા સોદો કરી જુગાર રમે છે. આ બાતમીના આધારે દરોડા પાડી સટ્ટો રમતા રાજેશ ઉર્ફે રાજ મેરામણ મ્યાત્રા (આહીર) (રહે. ગુંદાલા)ને ઝડપતાં મોબાઇલની આઇડીમાં રૂા. 9620નું બેલેન્સ મળ્યું હતું. આ આઇડી આરોપી રાજેશ ઉર્ફે રાજને મુંદરાના રાજેશ ભાનુશાલીએ આપી હોવાનું જણાવ્યું હતું. પોલીસે 10 હજારનો મોબાઇલ, રોકડા રૂા. 1100નો મુદ્દામાલ કબજે લઇ બન્ને વિરુદ્ધ જુગારધારા તળે ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે. 

Panchang

dd