• શુક્રવાર, 12 એપ્રિલ, 2024

સામખિયાળીની કંપનીમાં મશીન હડફેટે યુવાનનો જીવ ગયો

ગાંધીધામ, તા. 23 : ભચાઉ તાલુકાના સામખિયાળી નજીક આવેલી કંપનીમાં હાઇડ્રા મશીન ફરી વળતાં શિવાનંદ રંગલાલ યાદવ (.. 39) નામના યુવાનનું મોત થયું હતું.  સામખિયાળી નજીક આવેલી ગેલન્ટ ઇસ્પાત લિમિટેડ નામની કંપનીમાં ગત તા. 21-2ના રાત્રિના ભાગે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. હાઇડ્રા મશીનના હેલ્પર તરીકે કામ કરનાર શિવાનંદ નામનો યુવાન કંપનીમાં કામ કરી રહ્યો હતો. દરમ્યાન હાઇડ્રા મશીન નંબર જી.જે.-39-સી-0023ના ચાલકે પોતાનું મશીન પાછળ લેતાં શ્રમિકને હડફેટે લીધો હતો જેમાં યુવાનને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં તેને સારવાર અર્થે ગાંધીધામ લઇ જવાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તેણે ગઇકાલે છેલ્લા શ્વાસ લીધા હતા. મશીનના ચાલક વિરુદ્ધ સુશીલકુમાર રામનિવાસ ઓઝાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang