• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

રતનાલની કન્યાશાળાની વિદ્યાર્થિનીઓને ઊર્જા સંરક્ષણ અંગે અપાઈ સમજ

રતનાલ, તા. 19 :  ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી સંચાલિત જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ભુજ દ્વારા બાળ ઊર્જા રક્ષક દળ પ્રોજેક્ટ અંતર્ગત રતનાલ પ્રાથમિક કન્યા શાળા ખાતે બાળ ઊર્જા રક્ષક દળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ગુજરાત ઊર્જા વિકાસ નિગમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ, શિક્ષકોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં ઊર્જા સંરક્ષણ અને જાગૃતિ કેળવવા માટે દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા ઊર્જા વિશે પાયાની સમજ, ઊર્જા આધારિત વિવિધ મોડેલ્સ નિદર્શન, ઊર્જા પ્રદર્શન, ઊર્જા ક્વિઝ દ્વારા બાળકોનાં જ્ઞાનમાં વધારો કરવા માટે પ્રશ્નોત્તરી સ્પર્ધા, ઊર્જા બચાવવા પર પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા. શાળાના આચાર્ય જિતેશભાઈ પરમારનાં માર્ગદર્શન હેઠળ આ કાર્યકમ યોજાયો હતો. જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડિનેટર પ્રવીણ મહેશ્વરી, સાયન્સ કોમ્યુનિકેટર ગૌતમ બુચિયા દ્વારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. શોભનાબેન વ્યાસ તેમજ અન્ય સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd