• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

સબાલેંકા સિનસિનાટી ઓપનના પ્રી. કવાર્ટરમાં

સિનસિનાટી, તા. 19 : નંબર વન મહિલા ટેનિસ ખેલાડી બેલારૂસની આર્યના સબાલેંકા સિનસિનાટી ઓપનના ચોથા રાઉન્ડમાં પહોંચી ગઇ છે. ત્રીજા રાઉન્ડમાં સબાલેંકાએ ફકત પ4 મિનિટમાં વાંગ શિન્યૂને 6-1 અને 6-3થી હાર આપી હતી. સબાલેંકાની ડબલ્યૂટીએ-1000 ટૂર્નામેન્ટમાં આ પ0મી જીત છે. આ મામલે સેરેના વિલિયમ્સ 104 જીત સાથે ટોચ પર છે. સબાલેંકા સિવાય રૂસી ખેલાડી મીરા એન્ડ્રિવા પણ ચોથા રાઉન્ડમાં પહોંચી છે. તેણે જેનિસ ત્જેનને 6-1 અને 7-6થી હાર આપી હતી. જયારે અમેરિકી ખેલાડી કોકો ગોફે હમવતન ખેલાડી એન લીને 6-1 અને 7-6થી હાર આપી રાઉન્ડ-16માં જગ્યા બનાવી હતી.

Panchang

dd