• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

કે.સી.એ.ની અન્ડર-23ની ટીમની જાહેરાત

ભુજ, તા. 19 : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન તરફથી આગામી સિઝન માટે યોજાનારી આંતર મહિલા અન્ડર 23 ટૂર્નામેન્ટ માટે કે.સી.એ.ની ટીમની 30  સભ્યની ટીમની જાહેરાત થઇ હતી, જેમાંથી પ્રેક્ટિસના આધારે અંતિમ 16 ખેલાડીની પસંદગી કરાશે. તેવું સંસ્થાના મંત્રીએ જણાવ્યું હતું.

પસંદગી પામેલા ખેલાડીઓ આ મુજબ છે :

(1) ધ્રુવ ગોસ્વામી (કેપ્ટન), (2) પ્રિન્સ કેરાઇ, (3) જેનિલ સેંઘાણી, (4) વિશ્વજીતસિંહ જેઠવા, (5) જીત પટેલ, (6) યશ ધોળુ, (7) શ્યામ રૂડાણી,  (8) જીત ગોસ્વામી, (9) પૂર્વ રાઠોડ, (10) પ્રિન્સ ભગત, (11) ઓમ ગોસ્વામી, (12) આદિત્ય જોશી, (13) ભવ્ય જોશી, (14) દક્ષ પોકાર, (15) અમન રાજપૂત, (16) વિષ્ણુ ભટ્ટ, (17) જૈદ નોડે, (18) વિશાલ જોગી, (19) મોહિત શર્મા, (20) દિપ પવાણી, (21) જયદીપ જોશી, (22) નિકુંજ પિંડોરિયા, (23) હેમ ગણાત્રા, (24) વ્યાસવેદ, (25) પ્રિત ભાનુશાલી, (26), યશ ચંદે, (27) વીરેન્દ્રસિંહ જાડેજા (પાનધ્રો), (28) ઇસ્માઇલ શિરૂ, (29) ઇર્શાદ શિરૂ (માંડવી), (30) અભયરાજસિંહ ભાટી.

ઉપરોક્ત સિલેક્શન ભુજના લાલજી રૂડા પિંડોરિયા (લેવા પટેલ ગ્રાઉન્ડ) પર સંસ્થાના પ્રમુખ અને પસંદગી સમિતિના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાના વડપણ હેઠળ યોજાયેલી હતી અન્ય  પસંદગીકાર તરીકે નવલસિંહ જાડેજા, મુકેશ ગોરમહિપતસિંહ રાઠોડ અને અશોક મહેતાએ સેવા આપી હતી. સંસ્થાના ઉપપ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા, સહમંત્રી પ્રવીણ હિરાણી, સભ્ય હરિશ બુચ ઉપસ્થિત રહ્યા હતા. લેવા પટેલ સમાજના અગ્રણી રામજીભાઇ સેંઘાણી તથા ટ્રસ્ટી મંડળના સભ્યોનો આપેલા સહકારનો આભાર માન્યો હતો. કોચ તરીકે મહેશ જે. પંડયાને નિયુક્ત કરાયા હતા.

Panchang

dd