• રવિવાર, 17 મે, 2026

અવસાન નોંધ

ભુજ : અબ્દુલરસીદ મિસ્ત્રી (ઉ.વ. 62) તે મ. લતીફ હુસેનના પુત્ર, મ. હાજી યુસુફ, મ. મહંમદ, અબ્દુલભાઇ ડેમાઇવાળાના ભત્રીજા, ફઇમ, જાવેદ, ફૈઝલ, શાહબાનુના પિતા, અ. સતાર (કુકમા), અનવરગની (મુંબઇ), ઝુલ્ફીકાર (કુવૈત), મ. નૂરમહમદ, મ. ઇકબાલ, ઇમ્તિયાઝ, હુસેન, ઇરફાનના કાકાઇભાઇ, મ. હાજી ઇસ્માઇલ આદમ (નાગલપુર)ના જમાઇ, સમીર સોઢાના સસરા, જુસબભાઇ, મ. હાજી સુલેમાન, દાઉદ, લતીફ, અ. ગની, રઝાક (કેરા)ના ભાણેજ, મ. હાજી અબ્દુલસતાર (અંજાર), રફીકભાઇ (ભુજ), લતીફભાઇ (છસરા), મ. ઇકબાલભાઇ (અમદાવાદ), ડો. આરીફ (મુંદરા)ના સાળા, નૂરજહાં, ફબીહા, અસઝદ, રજાના દાદા તા. 16-5-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 19-5-2026ના મંગળવારે સવારે 10.30થી 11.30 મહેંદી કોલોની, ચાકી જમાતખાના, ભુજ ખાતે.

ભુજ : ગોવિંદ પચાણ માતંગ (ઉ.વ. 53) તે રાણબાઇ માતંગના પતિ, દિનેશ, જિગરના પિતા, મૂરજી માલજી, બુધા માલજીના ભત્રીજા, લખમાબેન પચાણના પુત્ર, સ્વ. ખીમજી પચાણ, જુમાબેન ખીમજી વરોંધ, કેશરબેન કાનજી વરોંધ, ખીમીબેન બલરામ દનિચાના ભાઇ, જેતબાઇ ખીમજીના દિયર, જેઠાલાલ, અર્જુન, જગદીશ, ધનજી, બાબુ, હરેશ, નવીન, જગદીશના પિતરાઇભાઇ, ભારતી, પરેશ, દયાલના કાકા, કેશરબેન રાયશી નિંજણ (વડાલા)ના જમાઇ તા. 15-6-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 17-5-2026ના,  તા. 18-5-2026ના સોમવારે ઘડાઢોળ, પાણી, ચોખંડો, બારમતી પંથ તેમના નિવાસસ્થાન ખત્રી કોલોની, સંત રોહિદાસનગર ખાતે.

ભુજ : મૂળ રામપર વેકરાના બળવંતસિંહ રાયધણજી જાડેજા (ઉ.વ. 74) તે સ્વ. જીવુબા રાયધણજીના પુત્ર, ચતુરબાના પતિ, બાપાલાલ, મહિપતસિંહ, અસ્યપતસિંહ, પૃથ્વીરાજસિંહ, ક્રિષ્નાબા માનભા ગોહિલ (ચમારડી)ના ભાઇ, દર્શનાબા ચેતનસિંહ સરવૈયા, કંચનબા ભૂપેન્દ્રસિંહ રાઠોડ, શૈલેન્દ્રસિંહ (પૂર્વ મહામંત્રી-ભારતીય જનતા પાર્ટી), નીલમબા અમિતસિંહ ચુડાસમા, પ્રદીપસિંહના પિતા, દિગપાલસિંહ, જયવીરસિંહ, પંરજયસિંહના દાદા, પરમજીતસિંહ, ધર્મદીપસિંહ, શિવરાજસિંહ, હનુમંતસિંહના નાના, ચંદ્રસિંહ, પ્રદ્યુમનસિંહ, અનિરુદ્ધસિંહ, હરદીપસિંહ, કુલદીપસિંહ, જયરાજસિંહ, હરપાલસિંહ, જશપાલસિંહના મોટાબાપુ તા. 16-5-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 17-5-2026ના સવારે 7.30 વાગ્યે નિવાસસ્થાન રામપર વેકરાથી નીકળશે.

અંજાર : ગોદાવરીબેન શકરાણી (ઠક્કર) (ઉ.વ. 98) તે સ્વ. વેલજીભાઇ માવજીભાઇના પત્ની, સ્વ. તુલસીદાસ (તુષાર) (એફસીઆઇ), સ્વ. હરીશ (બીઓઆઇ), ઇશ્વર (એસબીઆઇ)ના માતા, વનિતાબેન (પોસ્ટ એજન્ટ), જ્યોત્સનાબેન, દામિનીબેન (ડોલીબેન)ના સાસુ, સ્વ. બાબુલાલ અરજણભાઇ દક્ષિણી, સ્વ. શાંતાબેન ચૂનીલાલ કાથરાણીના બહેન, ફોરમ, પ્રિયમ, કૃતિ, સુપ્રિયા, ઉદયના દાદી, તારક, જયદીપ, કાર્તિક, અંકિત, ખુશાલીના દાદીસાસુ તા. 15-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-5-2026ના રવિવારે સાંજે 5થી 6 અંજાર લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

નખત્રાણા : લાલજીભાઇ અરજણભાઇ લીંબાણી (ઉ.વ. 90) તે અરજણભાઇ કાનજીભાઇના પુત્ર, સ્વ. ભાણજીભાઇ, સ્વ. હરજીભાઇ, સ્વ. શિવજીભાઇ, અબજીભાઇના ભત્રીજા, સ્વ. હંસાબેનના પતિ, ભગવાનદાસ (ભરૂચ), ધરમશીભાઇ (નખત્રાણા), રમેશભાઇ (ભરૂચ), પાર્વતીબેન હરિલાલ (સવાસલાકંપા), રાધાબેન સ્વ. મનસુખ પટેલ (સુરત), લીલાબેન પ્રભુદાસ પટેલ (મુંબઇ)ના પિતા, લક્ષ્મીબેન, કાન્તાબેન, નર્મદાબેનના સસરા, નીતેશભાઇ (ગોરેગાંવ), નીલેશભાઇ (ભરૂચ), ભાવિકભાઇ (ભરૂચ), ચિરાગભાઇ, ચેતનભાઇ, બકુલાબેન (સુરત), ડિમ્પલબેન (મડણઘઢ), કિરણબેન (ભુજ), વંદનાબેન (વાપી), કાજલબેન (નવસારી), ચંદ્રિકાબેન (સુરત)ના દાદા, ધર્મિષ્ઠાબેન, હિરલબેન, ભૂમિબેન, નયનાબેન, જાગૃતિબેનના દાદાસસરા, શિવાંગીબેન, શાક્ષિકા, ધુશીલ, ક્રિયાંશના પરદાદા તા. 15-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 18-5-2026ના સોમવારે બપોરે 3.30થી 6 નખત્રાણા પશ્ચિમ વિભાગ પાટીદાર સમાજવાડી, જૂનાવાસ, નખત્રાણા ખાતે.

નલિયા : જયદેવીબા ગોપાલસિંહ જાડેજા (ઉ.વ. 11) તે ગોપાલસિંહ વિજયસિંહ (કચ્છમિત્ર એજન્ટ)ના પુત્રી, સ્વ. વિજયસિંહ ખેતાજી, પ્રદ્યુમનસિંહ, પ્રભાતસિંહ, રઘુવીરસિંહના પૌત્રી, સ્વ. ઘનશ્યામસિંહ ભરતસિંહ રાણા (માલણીયાદ)ના ભાણેજી, વિક્રમસિંહ, જોરાવરસિંહ, ચંદ્રસિંહ, દીપકસિંહ, રાજદેવસિંહ, હકુમતસિંહ, વીરેન્દ્રસિંહ, કિશનસિંહ, ધનંજયસિંહ, હરપાલસિંહના ભત્રીજી, વીરઆદિત્યસિંહ, મયૂરીબાના બહેન તા. 15-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-5-2026 મંગળવારે 4થી 6 ભાનુશાલી ફળિયું, વચનગર બાવાજી મંદિર પાસે, નલિયા ખાતે.

માધાપર (તા. ભુજ) : દેવજી વલુ ફુલિયા (ઉ.વ. 43) તે સ્વ. લાલબાઇ વલુના પુત્ર, માનબાઇના પતિ, સંજય, મિત્તલના પિતા, કરશનભાઇ, બાબુભાઇ, અશોકભાઇ, લખીબાઇ, રમીલાબેન, કેસરબેનના ભાઇ, યોગેશ, પ્રકાશ, કમલેશ, ગીતા, કાંતાના કાકા, અજય, અંજલિના મોટાબાપા, સ્વ. તેજબાઇ વીરજી રોશિયાના જમાઇ તા. 14-5-2026ના અવસાન પામ્યા છે. અંતિમક્રિયા તથા ધાર્મિકવિધિ મતિયા કોલોની, જૂનાવાસ, માધાપર ખાતે તા. 15-5-2026ના પૂર્ણ થયેલ છે.

માધાપર (તા. ભુજ) : મૂળ અંજારના પ્રજાપતિ (કોટડિયા) ભાવેશભાઇ (ઉ.વ. 42) તે દિવાળીબેન તથા માવજીભાઇ માદેવાભાઇના પુત્ર, સ્વ. પરેશભાઇ, નિશાબેન બિપિનભાઇ ચંદુરાના ભાઇ, વીણાબેનના દિયર, કાર્તિક, યાત્રીના કાકા, ગં.સ્વ. મોંઘીબેન માદેવાભાઇના પૌત્ર, જયાબેન, કાનજીભાઇ, સ્વ. કાંતિભાઇ, સ્વ. વસંતભાઇ, નવીનભાઇના ભત્રીજા, શૈલેષભાઇ, કિશોરભાઇ, જગદીશભાઇ, મેહુલભાઇ, રસીલાબેન, કંચનબેન, દક્ષાબેન, ભૂમિબેનના કાકાઇ ભાઈ, સંગીતાબેન, ગોપીબેનના કાકાઈ દેર, આર્ય, રુદ્રના કાકાઈ કાકા, વત્સલ, જૈમિનના મામા, સ્વ. જેઠાભાઇ મેપાભાઇ મીઠાવાયા (અંજાર)ના દોહિત્ર તા. 15-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-5-2026ના સોમવારે સાંજે 5થી 6 મિત્રી સમાજવાડી, બસ સ્ટેન્ડ પાછળ, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

કેરા (તા. ભુજ) : લાલજી કુંવરજી કરશન ગામી (સેવક) (ઉ.વ. 78) તે સામબાઇના પતિ, રમેશ, લખમણ, રશ્મિ, પરેશના પિતા, જસુબેન, મીનાબેન, રીટાબેન, દક્ષાબેનના સસરા તા. 16-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-5-2026ના સોમવારે સવારે 7થી 8 ભાઇઓની સ્વામિનારાયણ મંદિર અને બહેનોની તેમના નિવાસસ્થાન કેરા ખાતે.

દહીંસરા (તા. ભુજ) : મનજી પરબત વરસાણી (ઉ.વ. 85) તે અમૃતબેનના પતિ, વિપિન, પ્રકાશ, ઇન્દુમતીના પિતા, મયૂરના દાદા તા. 16-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 18-5-2026ના ભાઇઓનું સ્વામિનારાયણ મંદિર તથા બહેનોનું નિવાસસ્થાન ખાતે.

કુરન (તા. ભુજ) : સોઢા સરુપાજી હાલાજી (ઉ.વ. 88) તે સુરાજી, હેમંતસિંહ, વિજયસિંહના પિતા, ખેતાજી તુગાજીના કાકા, સરુપાજી અગ્રાજી, રાણાજી અગ્રાજી, રાણાજી દેવાજી, કીર્તાજી ભાણજીના પિતરાઇભાઇ, મિત્રરાજસિંહ, ધ્રુવરાજસિંહના દાદા તા. 13-5-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 23-5-2026ના સાંજે, બારસ તા. 24-5-2026ના નિવાસસ્થાન કુરન ખાતે.

રતનાલ (તા. અંજાર) : મૂળ થાનપર (રાપર)ના લુહાર વેલજીભાઇ ગોકુલભાઇ ગોહિલ (ગેલાકાકા) તે કાંતિભાઇ રામજીભાઇ, જગદીશભાઇ રામજીભાઇ, ઇશ્વરભાઇ રામજીભાઇ, વિમલભાઇ રામજીભાઇ, રમાબેન પ્રભુલાલ પરમાર, મીનાબેન વિનયભાઇ ક્ષીરસાગર, ક્રિષ્નાબેન જીતેન્દ્રભાઇ ઉમરાણિયાના કાકા, સ્વ. રામજીભાઇ ગોકુલભાઇ, સ્વ. દિવાળીબેન લાલજીભાઇ પરમારના ભાઇ તા. 14-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-5-2026 સોમવારે સાંજે 5થી 6 સોરઠિયા સમાજવાડી, ગાયત્રી મંદિરની બાજુમાં, માધાપર-ભુજ ખાતે.

ધમડકા (તા. અંજાર) : મયૂરસિંહ નટુભા જાડેજા (ઉ.વ. 43) તે ધર્મેન્દ્રસિંહના નાના ભાઇ, પ્રતિપાલસિંહના પિતા, બળવંતસિંહ સજુભા, કિરીટસિંહ સજુભા, હરદેવસિંહ, કિરીટસિંહના કાકાઇ ભાઇ તા. 16-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : રાયમા હાજિયાણી ફાતમાબાઇ (ઉ.વ. 102) તે મ. રમઝાન સાલેમામદના પત્ની, મ. જુસબ, મ. અબુબખર, કરીમમામદ, યાકુબના ભાભી, મ. હાજીકાસમ, મ. હાજીતાર મોહમ્મદ, મ. હારુનના માતા, મ. હુસેન સુલેમાન વિંગણિયાના સાસુ, અબ્બાસ, સોયબ, આબેદીન, હાજી મોહમ્મદસાદ, સૈફુલ્લાહ, ઇમ્તિયાઝ, શકીલ, અલીઅકબરના દાદી, સાહીદ, સિકંદરના નાની તા. 16-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-5-2026 સોમવારે સવારે 10થી 11 હાજી ઇસ્માઇલશાહ જમાતખાના, ભુઠ્ઠીપીર પ્રાંગણ, ગઢશીશા ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : જાડેજા ચાંદાબા (ઉર્ફે દેવુબા) (ઉ.વ. 97) તે સ્વ. જેઠુજી હમીરજીના પત્ની, સ્વ. ખેંગારજી, લાખિયારજી, વાઘજી, સ્વ. ખાનજી, સરદારસિંહના માતા, સ્વ. નથુજી હમીરજી સોઢા (મોડકુબા)ના પુત્રી, સ્વ. પથુભા નથુજીના બહેન, સ્વ. રામસંગજી, સ્વ. સુજાજી, સ્વ. પ્રતાપસિંહ, સ્વ. કેશુભા, સ્વ. જાલુભા હમીરજીના ભાભી, જાડેજા નથુભા, અમરસંગજી, સ્વ. ગોવિંદજી તેજમાલજી, રાજુભા, કનુભાના મોટીમા, જાડેજા નારાણજી, નટવરસિંહ (મુંદરા પોલીસ), મહેન્દ્રસિંહ (પદ્ધર પોલીસ), સતુભા, પ્રવીણસિંહ, વસુબા દીપસંગજી વાઘા (સુખપર), પ્રભાતબા સુરેશસિંહ સોઢા (ધાવડા)ના દાદી, હિત્યરાજસિંહ, દિવ્યરાજસિંહ, રૂપરાજસિંહ, અમરસિંહ, આશિષસિંહના પરદાદી, જાડેજા કનુભા જીતુભા, રાધુભા, રતનજી સુરુભા, તખુભા, સ્વ. બુધુભા, હઠુભા, રાજુભા, વેલુભા, વિક્રમસિંહ પથુભા, હરિસંગજી, કારુભા, સ્વ. નવુભા, રાણુભા, મનુભા, નવલસિંહના મોટીમા, સ્વ. જાડેજા અધીબા કાનજી (લઠેડી), જીજીબા (માંડવી), રામબા (વડવા કાંયા)ના બહેન, સોઢા અજુભા, માણસંગજી, વાઘજી ગગુજી (પાનધ્રો)ના મામી તા. 16-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 18-5-2026 સોમવારે સાંજે 4થી 5 અને દશાવ તા. 25-5-2026 સોમવારે તથા તા. 27-5-2026 બુધવારે બારમું (ઘડાઢોળ) શક્તિનગર, રામદેવપીરના મંદિરની બાજુમાં, ગઢશીશા ખાતે.

સાડાઉ (તા. મુંદરા) : સૈયદા જન્નતબીબી મા (ઉર્ફે જેનુ મા) (ઉ.વ. 82) તે મ. ઇમામશાના પત્ની, સૈયદ મામદશા, કાદરશા, હુસૈનશાના માતા, સૈયદ કાસમશા અભામિયાં (સિનુગ્રા)ના સાસુ, સૈયદ કાસમશા, હાજી કરીમશા, અભામિયાંના બહેન, નિઝામુદ્દીન, ગુલફામુદ્દીનના દાદી, મોહસીનશાના નાની તા. 15-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-5-2026ના સોમવારે સવારે 10.30થી 11.30 સાંધ જમાતખાના, સાડાઉ ખાતે.

બિબ્બર (તા. નખત્રાણા) : વાઘજી રવાજી જાડેજા (ઉ.વ. 76) તે સ્વ. ગોધડજી હરભમજીના નાના ભાઇ, હરિસિંહજી રવાજી, સ્વ. નારણજી, સ્વ. કરશનજી, પુંજાજી, દીપસંગજી, તમાચીજી, ખાનજી, દાજીજી, દેવાજીના મોટા ભાઇ, અરજણજી ગોધડજીના કાકા, વિજાજી, યુવાનસિંહના પિતા, સ્વ. ખીરાજી, ગજણજી, કારુભા, ભરતસિંહ, વનરાજસિંહ, નેતસિંહના મોટાબાપુ, ભીખુભા, કમળસિંહ, પ્રેમસિંહ, મયૂરસિંહના દાદા, સોઢા વર્ધાજી સુરતાનસિંહ (ચંદ્રનગર)ના જમાઇ, મહાદાનસિંહ વર્ધાજી, ગેમરસિંહ વર્ધાજીના બનેવી, સોઢા ચેનસિંહ ઉડાજી (આરોખી)ના ભાણેજ તા. 13-5-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા દશમવિધિ તા. 22-5-2026 શુક્રવાર, બારસવિધિ તા. 24-5-2026 રવિવારે નિવાસસ્થાન બિબ્બર ખાતે.

ખોંભડી (તા. નખત્રાણા) : સોની મગનલાલ જેઠાલાલ બગ્ગા તે સ્વ. જેઠાલાલ ખીમજીના પુત્ર, સ્વ. કલાવતીબેનના પતિ, દમયંતીબેન (દયાપર), લીલાવંતીબેન (દહેગામ), હરિલાલભાઇ, ચંદ્રિકાબેન (ગઢશીશા), સ્વ. મંજુલાબેન (કેશોદ)ના ભાઇ, લક્ષ્મીબેનના દિયર, સ્વ. સોની તુલસીદાસ રણછોડ લાયચા (કોટડા)ના જમાઇ, આરતીબેન (નારાણપર), રવિના પિતા, નવીન, સંજયના કાકા, આનંદકુમાર મહેન્દ્રભાઇ કોટડિયા (નારાણપર)ના સસરા તા. 16-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-5-2026 સોમવારે સાંજે 5થી 6 અંબાજી મંદિર, ખોંભડી મોટી ખાતે.

આંબલિયારા (તા. ભચાઉ) : બૈસાબબા કાકુભા જાડેજા (ઉ.વ. 82) તે કાકુભા ભુરુભાના પત્ની, બળવંતસિંહ, કિરીટસિંહના માતા, ગજેન્દ્રસિંહ, દશરથસિંહ, મહેન્દ્રસિંહ, અરવિંદસિંહના કાકી, રાજેન્દ્રસિંહ, દીપકસિંહ, અર્જુનસિંહ, ક્રિપાલસિંહ, રાજદીપસિંહ, હર્દિપસિંહ, જયદીપસિંહ, પ્રિયરાજસિંહ, દેવેન્દ્રસિંહના દાદી તા. 15-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-5-2026ના નિવાસસ્થાન આંબલિયારા ખાતે.

ખીરસરા-વિં. (તા. અબડાસા) : હાજીજાકુબ ઓસમાણ હિંગોરા (ઉ.વ. 97) તે આમદ, મ. મોહમ્મદ, હાજી સિધિક, હાજી ઇશા, કાસમ (કોટડા-રોહા)ના પિતા, શફીમામદ (નખત્રાણા), હાજી અયુબ (મુંબઇ), અલીમામદ (ભુજ), ઇકબાલના મોટાબાપા, હાજી આદમ, હાજી અકબરના મામા, જુનેદ, ગની, રઝાહુસૈન, મંજુર અહેમદ, અબ્દુલકાદરના દાદા તા. 16-5-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 19-5-2026 મંગળવારે સવારે 9થી 10 કુરાન ખ્વાની અને 10થી 11 અમીનશાબાપુ તકરીર ફરમાવશે. હુસૈની મસ્જિદ, ખીરસરા (વિં.) ખાતે.

સેહ (તા. લખપત) : હારુન અલીમામદ થુડિયા (ઉ.વ. 53) તે સુલેમાન, હાફિઝના પિતા, ઇસ્માઇલ, જાનમામદ, મ. કાસમના ભાઇ, હુસેન, મુસાના બનેવી, અલીમામદ, સદામ, ફકીરમામદના કાકા, ગુલામ મામદના સસરા, જુસબ બલોચ (ભુજ), અદ્રેમાન મંધરા (અમરવાઠા), રમજાન આમદ થુડિયાના સાળા, અબ્દુલ બલોચ (ભુજ), મંધરા રમજાનના મામા તા. 16-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-5-2026ના સવારે 10થી 11 નિવાસસ્થાન સેહ (તા. લખપત) ખાતે.

પાનધ્રો (તા. લખપત) : હઠુભા ચાંદુભા જાડેજા (ઉ.વ. 57) તે હિંમતસિંહ, લગધીરસિંહના પિતા, રતનજી ચાંદુભા, ભગુભા ચાંદુભા, ભુરજી ચનુભા, કરશનજી રામસિંહજી, ભુરુભા દાજીભાના ભાઇ, તખતસિંહ સુરુભાના કાકા તા. 15-5-2026ના અવસાન પામ્યા છે. તા. 25-5-2026ના આગરી રાત અને તા. 26-5-2026ના ઘડાઢોળ તેમના નિવાસસ્થાન ખાતે. 

Panchang

dd