• શનિવાર, 07 ડિસેમ્બર, 2024

ઓસિમાં ભારતનું સ્વાગત ઝડપી પીચથી થશે

પર્થ, તા. 12 : ટીમ ઇન્ડિયાનું ઓસ્ટ્રેલિયામાં ઘાસવાળી પીચ પર સ્વાગત થશે. બન્ને દેશ વચ્ચેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટમેચ 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થશે. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમની પીચ ઉછાળવાળી અને ઝડપી હશે. જે પર્થના વાકા સ્ટેડિયમની પરંપરાગત પીચ જેવી હશે તેવા અહેવાલ છે. પર્થ ટેસ્ટમાં ભારતીય ટીમ એક પણ અભ્યાસ મેચ રમ્યા વિના ઉતરશે. કારણ કે 1પથી 17 નવેમ્બર દરમિયાન પોતાની જ બે ટીમ (ઇન્ડિયા એ) વચ્ચે રમાનારી અભ્યાસ મેચ રદ કરી નાખવામાં આવી છે. ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને વાકા સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ શરૂ કરશે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ક્રિકેટના હેડ ક્યૂરેટર ઇસાક મેકડોનાલ્ડે કહ્યંy છે કે આ ઓસ્ટ્રેલિયા છે, પર્થ છે. મેં ઘણી ઝડપી અને ઉછાળવાળી પીચ તૈયાર કરી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ માટે જેવી પીચ તૈયાર કરવામાં આવી હતી તેવી પીચ તૈયાર કરવાનો પ્રયાસ કર્યો છે. એ મેચમાં બીજા દાવમાં પાક. ટીમનો 89 રનમાં ધબડકો થયો હતો અને ઓસ્ટ્રેલિયાનો 360 રને વિજય થયો હતો. હાલમાં અહીં ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન વચ્ચે ત્રીજી વન ડે રમાઈ હતી, જેમાં પાક.ના અફ્રિદી, નસીમ અને રઉફની ઝડપી બોલિંગ સામે કાંગારુ ટીમ 140 રનમાં ઢેર થઈ હતી. ક્યુરેટર મેકડોનાલ્ડ કહે છે કે, પીચ પર થોડું ઘાસ છોડવામાં આવશે. પીચ પર ઘાસનો મતલબ છે ગતિ. ક્યૂરેટરના સંકેત બાદ એવી ગણતરી થઈ રહી છે કે બન્ને ટીમની ઇલેવનમાં 3-3 નિયમિત ઝડપી બોલર અને 1-1 સ્પિનર હશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang