• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

કિવીઝની જીત, શ્રીલંકા વિશ્વકપની બહાર

કોલંબો, તા. 25 : કેપ્ટન મિચેલ સેંટનર અને કોલે મેકોન્ચીની આક્રમક બેટિંગ પછી બોલરોના શાનદાર દેખાવથી સુપર-8 રાઉન્ડના મહત્ત્વની મેચમાં શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડનો 61 રને ભવ્ય વિજય થયો હતો. કિવીઝ સામેની હારથી શ્રીલંકા ટીમ ટી-20 વિશ્વ કપની બહાર થઇ છે. સુપર-8 રાઉન્ડમાં તેના બે મેચમાં હજુ ઝીરો પોઇન્ટ છે. બીજી તરફ 3 પોઇન્ટ સાથે કિવિઝ ટીમની સેમિ ફાઇનલની આશા જીવંત રહી છે. આજની મેચમાં કિવીઝના 7 વિકેટે 168 રનના જવાબમાં શ્રીલંકાના 20 ઓવરમાં 8 વિકેટે 107 રન થયા હતા. કિવીઝ તરફથી પાર્ટ ટાઇમ સ્પિનર રચિન રવીન્દ્રને 4 વિકેટ મળી હતી. મેટ હેનરીને 2 વિકેટ મળી હતી. તેણે ઇનિંગ્સના પહેલા દડે પથૂમ નિસંકાને બોલ્ડ કર્યોં હતો. 47 રન અને 1 વિકેટ લેનાર કિવીઝ કેપ્ટન મિચેલ સેંટનર પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. અગાઉ ન્યૂઝીલેન્ડ ટીમે એક તબકકે 12 ઓવરમાં 84 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી નવોદિત ખેલાડી કોલે મેકોન્ચી અને કેપ્ટન મિચેલ સેંટનરે લંકન બોલર્સ સામે કાઉન્ટર એટેક કર્યું હતું. શરૂઆતમાં ક્રિઝ પર સ્થિર થયા પછી મેકોન્ચી અને સેંટનરની જોડીએ હલ્લાબોલ શરૂ કર્યું હતું. આ બન્નેએ ડેથ ઓવર્સમાં પાવર હિટિંગ કરીને ન્યૂઝીલેન્ડનો સ્કોર 20 ઓવરના અંતે 7 વિકેટે 168 રનના પડકારરૂપ સ્કોર સુધી પહોંચાડી દીધી હતો. આ બન્ને વચ્ચે છઠ્ઠી વિકેટમાં 47 દડામાં 84 રનની મેચ વિનિંગ પાર્ટનરશિપ થઇ હતી.  ઇનિંગ્સના અંતિમ દડે આઉટ થનાર કિવીઝ કેપ્ટન મિચેલ સેંટનરે 26 દડામાં 2 ચોગ્ગા અને 4 છગ્ગાથી 47 રન કર્યાં હતા. મેકોન્ચી 23 દડામાં 3 ચોગ્ગા-2 છગ્ગાથી 31 રને નોટઆઉટ રહ્યો હતો. આ પહેલાં ટિમ સિફર્ટ 8, ફિન એલેન 23, રચિન રવીન્દ્ર 18, ડેરિલ મિચેલ 3, માર્ક ચેપમેન ઝીરોમાં આઉટ થયા હતા. કિવીઝ ટીમે 7પથી 84 રનના 9 રનના ગાળામાં 4 વિકેટ ગુમાવી હતી. શ્રીલંકા તરફથી મહિશ તિક્ષ્ણા અને દુષ્મંતા ચમિરાએ 3-3 વિકેટ લીધી હતી. 

Panchang

dd