• શનિવાર, 07 ડિસેમ્બર, 2024

ગાંધીધામમાં ક્રિકેટ સ્પર્ધામાં લોડાયા બ્રધર્સનો વિજય

ગાંધીધામ, તા. 12 :  અહીંના આદિપુર ખાતે ગજવાણી રમતગમત સંકુલમાં કચ્છી દશા ઓસવાળ જૈન યુવક મંડળ, ગાંધીધામ દ્વારા બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં લોડાયા બ્રધર્સનો વિજય થયો હતો. બૃહદ ગાંધીધામ કેડીઓ સમાજના યુવાનો, બાળકો અને મહિલાઓ માટે યોજાયેલી બેદિવસીય સાર્થક બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનો નવકાર મહામંત્રથી પ્રારંભ કરાયો હતો, બાદ પુરુષની છ ટીમ અને બાળકોની ચાર તથા મહિલાઓની સંયુક્ત ટીમો વચ્ચે રસાકસી જામી હતી. પુરુષોની ફાઇનલ મેચમાં લોડાયા બ્રધર્સ ટીમ વિજેતા થઇ હતી અને લોડાયા લાયન્સ ઉપવિજેતા થઈ હતી તેમજ બાળકો અને મહિલાઓમાં જી. એન્ડ. વી. ફાઈટર્સ વિજેતા અને શિવમ લોજિસ્ટિક ઉપવિજેતા થઈ હતી. આ આયોજનમાં શિલ્ડ માટે રજત લોજિસ્ટિક્સ, ટી-શર્ટ માટે લોડાયા લાયન્સના કેતન લોડાયા અને નવ્યમ લોડાયાનો સહયોગ સાંપડ્યો હતો. આ ઉપરાંત અન્યોનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો. આ વેળાએ ગાંધીધામ મહાજન પ્રમુખ લહેરચંદભાઈ ખોના, કચ્છ એકમ પ્રમુખ મહેશભાઈ લાલકા, મહિલા મંડળ પ્રમુખ મીનાબેન લાલકા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ટૂર્નામેન્ટમાં પુરુષોની ટીમમાં મેન ઓફ ધી સિરીઝ નીરવ દંડ, બેસ્ટ બેટ્સમેન કુણાલ લોડાયા, બેસ્ટ બોલર જય મોમાયા થયા હતા. બાળકો અને મહિલાઓની ટીમોમાં મેન ઓફ ધી સિરીઝ જૈનમ દંડ, બેસ્ટ બેટ્સમેન દિવ્ય મોમાયા, બેસ્ટ બોલર નિશા ધરમશી બન્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ટીમોને સ્મૃતિચિહ્ન અપાયું હતું. મંડળ પ્રમુખ હિતેન છેડાએ સૌને આવકાર્યા હતા અને મંત્રી અનિષ લોડાયાએ આભારવિધિ કરી હતી. સ્પર્ધાને સફળ બનાવવા માટે સાર્થક મંડળના રાહુલ લોડાયા, મિકીર ખોના, વિરાજ મૈશેરી, પીયૂષ લોડાયા, કુણાલ લોડાયા, અમિત નાગડા તથા મંડળના અન્ય સભ્યોએ સહયોગ આપ્યો હતો.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang