• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

રાપર સ્વામિનારાયણ મંદિર ખાતે હીંડોળા મહોત્સવ, ભાગવત માસ પારાયણનું આયોજન

રાપર, તા. 27 : સ્વામિનારાયણ મંદિર ખાતે ઊજવાતા હીંડોળા મહોત્સવમાં વૃન્દાવન, કુંજગલીની આબેહૂબ રચના કરવામાં આવી છે. ભગવાન બાલકૃષ્ણની વિવિધ ગોપીઓનાં ઘરેથી માખણચોરીની પ્રતિકૃતિઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. સેંકડો હરિભક્ત હીંડોળા દર્શનનો લાભ લેવા દૂર દૂરથી આવી રહ્યા છે, તો દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસમાં શ્રીમદ્ ભાગવત માસ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે  રાત્રે 8.30થી 10.30 સુધી દેવપ્રકાશદાસજી, નશ્યામનંદનદાસજી અને શુકનંદનદાસજી સ્વામી વ્યાસાસને  કથાનું  રસપાન કરાવી રહ્યા છે. શ્રાવણ માસમાં શિવપૂજન અને દર સોમવારે રુદ્રીનું આયોજન કરવામાં આવે છે. કથામાં ઊજવાતા ઉત્સવોમાં યજમાનપદે અલગ અલગ સમાજનાં ભક્તો ઉત્સાહભેર લાભ લઈ રહ્યા છે. હીંડોળા મહોત્સવમાં દેવકૃષ્ણદાસજી સ્વામી, નિલકંઠચરણદાસજી સ્વામી વગેરે સંતોનાં માર્ગદર્શન હેઠળ હરિભક્તો સેવા આપી રહ્યા છે. આ મહોત્સવમાં ગોકર હોથી કારોત્રા, કાનજી ધરમશી આરેઠિયા, વિનોદ બાબુલાલ દાવડા, હરજી હરી પોલાર વગેરે હરિભક્તો સહયોગી બની રહ્યા છે.

Panchang

dd