ભુજ, તા. 27 : રાષ્ટ્રગીત વંદે માતરમ્ના ગૌરવશાળી 150 વર્ષની ઊજવણીના ભાગરૂપે નગરપાલિકા અને સંસ્કારભારતીના સંયુક્ત
ઉપક્રમે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં 300 કલાકારે ભાગ લીધો હતો, જેમાં 32 શાળા અને
સંસ્થાઓ સહભાગી બની હતી. સંસ્કારભારતીના અધ્યક્ષ પ્રકાશ ગોસ્વામીએ સ્વાગતવિધિમાં વંદે
માતરમ્ના 150 વર્ષના મહત્ત્વ વિશે માહિતી
આપી હતી. આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા,
આર.એસ.એસ. કચ્છ વિભાગ સંઘચાલક હિમતસિંહજી વસણ, ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહ, કારોબારી ચેરમેન કમલ
ગઢવી, પશ્ચિમ કચ્છ પોલીસ અધીક્ષક વિકાસ સુંડા તેમજ જિલ્લા હોમગાર્ડ
કમાન્ડન્ટ મનીષ બારોટ, અજિત માનસતા, રવજીભાઈ,
નવીન વ્યાસ, મનોજ સોલંકી અને ભુજ શહેર ભાજપ પ્રમુખ
મીત ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. `વંદે માતરમ્' થીમ પર આધારિત બે દિવસીય ચિત્રકલાની પ્રશિક્ષણ શિબિરનું આયોજન અવની સોની દ્વારા
કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંકલન માનસી માણેક, કૃપલ સોમપુરા
દ્વારા પંકજ ઝાલાના પૂરક માર્ગદર્શનમાં કરાયું હતું. વ્યવસ્થા આશુતોષ મહેતા, પિનાંક
જોબનપુત્રા, નરેન્દ્રપુરી ગોસ્વામી, હર્ષદાબેન
ચૌહાણ, પૂજા જોશી, વૈશાલી જેઠી,
ચિન્મય ભટ્ટ, પાર્થ મહેતા તથા પથિક માણેકે સંભાળી
હતી. સંચાલન કપિલ ગોસ્વામીએ કર્યું હતું.