• ગુરુવાર, 02 જુલાઈ, 2026

10 વર્ષથી સાસુ-વહુ સાથે રહેતા 225 પરિવારનું કરાયું સન્માન

ભુજ, તા. 1 : અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન અને મહિલા મંડળ  વાગડ રઘુવંશી પરિવાર ભુજ તાલુકો અને મહિલા મંડળના યજમાન પદે `પરિવાર સેતુ'નો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 10 વર્ષથી પરિવારમાં સાસુ અને વહુ સાથે રહેલ હોય તેવા 225થી વધુ પરિવારનું સન્માન કરાયું હતું. દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. ચંદુમાએ આશીર્વાદ પાઠવ્યા હતા. ગુજરાત સરકારના પૂર્વ અધ્યક્ષ  નીમાબેન આચાર્ય, પ્રમુખ  બાબુભાઈ પૂજારા, મહામંત્રી દિનેશભાઈ રાજદે, તત્કાલીન પ્રમુખ પ્રવીણભાઈ ચંદે, પૂર્વ પ્રમુખ કેસીભાઈ ઠક્કર, ઉપપ્રમુખ  હિતેશભાઈ રૈયા, અશોકભાઈ રતાણીપ્રમુખ રશ્મિબેન સાયતા, મહામંત્રીઓ હેતલબેન સોમેશ્વર, જિગીશાબેન રાચ્છ, કિંજલબેન સાયતા, પ્રમુખ, સુરેશભાઈ ઠક્કર, ભુજ પ્રમુખ  મુકેશભાઈ ચંદે અને ટીમ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ રાજેશભાઈ પલણ, સુરેશભાઈ ચંદે, પ્રભુલાલ મીરાણી, સુરેશભાઈ આચાર્ય અને ભરતભાઈ રાણા તેમજ માધાપર, માનકૂવા, દહીંસરા, અંજાર, રાપર, નલિયા, લોહાણા મહાજનના પ્રમુખો પીન્ટુભાઈ ચંદે, રાજેશભાઈ ચંદે, તુષારભાઈ આઈયા, મનોજભાઈ ઠક્કર, ધીરુભાઈ અને ચત્રભુજભાઈ તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ  બિંદિયાબેન ઠક્કર અને અન્ય નગરસેવક વિગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં રમેશભાઈ મજીઠિયા, હિતેશભાઈ મજીઠિયા, નીતિનભાઈ ભીંડે, ધીરુભાઈ રતાણી, મહિલા મંડળના પ્રમુખ લીનાબેન સાયતા, અનીબેન રતાણી, દીપુબેન મીરાણી, ભાવેશભાઈ ઉદેચા, કેતનભાઈ પૂજારા સહયોગી રહ્યા હતા. સંચાલન મંત્રી જયસુખલાલ માણેકે સંભાળ્યું હતું. 

Panchang

dd