મોટી વિરાણી (તા નખત્રાણા)
તા. 16 : નેત્રા ખાતે આગામી સત્રથી કચ્છ યુનિવર્સિટી કોલેજ એક્સટેન્શન
સેન્ટર શરૂ થશે. ઘણા લાંબા સમયથી નેત્રા ખાતે કચ્છ યુનિવર્સિટીનું કોલેજ એક્સટેન્શન
સેન્ટર શરૂ કરવાની ગ્રામજનોની માગણી હોતાં નેત્રા હાઈસ્કૂલ ખાતે કચ્છ યુનિવર્સિટીના
કોલેજ એક્સટેન્શન સેન્ટરના કો-ઓર્ડિનેટર ડો. રામ સોંદરવા તથા દીપકભાઈ પાતારિયા દ્વારા
મુલાકાત લેવાઈ હતી. મુલાકાત દરમિયાન ડો. સોંદરવા ચાલુ શૈક્ષણિક સત્રથી જ નેત્રા ખાતે કોલેજ
એક્સટેન્શન સેન્ટર શરૂ કરવાની ખાતરી આપતાં નેત્રા સહિત આસપાસના વીસેક ગામની યુવાઓ માટે ઉચ્ચ શિક્ષણનાં નવા દ્વાર ખોલાશે તથા
ગામડાંથી ઉચ્ચ અભ્યાસ માટે દૂર શહેરોમાં જવું નહીં પડે અને `ઘર આંગણે ઉચ્ચ શિક્ષણ'નો લાભ મળતા આ પ્રયાસ
માત્ર સેન્ટર નહીં, પરંતુ સમગ્ર વિસ્તારનાં ભવિષ્યને નવી દિશા અપાશે. થોડાક દિવસો પહેલા
કચ્છ યુનિવર્સિટીના કુલપતિ મોહન પટેલે નેત્રા
ખાતે એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા રજૂઆત કરાતાં તેમણે આગામી સત્રથી સેન્ટર શરૂ કરવાની
ખાતરી આપી હતી. ગ્રામજનો દ્વારા કુલપતિ, સારસ્વતમ
સંચાલિત સંસ્થા, નેત્રા જૂથ ગ્રામ પંચાયત તેમજ
સરપંચ બહાદુરાસિંહ જાડેજા તથા સારસ્વતમ નેત્રા હાઈસ્કૂલના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. નેત્રા જિલ્લા પંચાયત
સીટના સભ્ય (પ્રતિનિધિત્વ) અશ્વિનભાઈ રૂપારેલ, નેત્રા તાલુકા પંચાયતના સભ્ય ઓસમાણભાઈ
સુમરા, અબડાસા તાલુકા પંચાયત બાંડિયા સીટના સભ્ય જેન્દ્રાસિંહ જાડેજા, રસલિયા ગામના
સરપંચ જેન્તીભાઈ, રસિકભાઈ પટેલ (ઉપસરપંચ), નેત્રા જૂથ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ
(પ્રતિનિધિત્વ) ગાવિંદભાઈ, ઈશાભાઈ વેદ, હાજી ફકીરમામદ કુંભાર, નેત્રા મુસ્લિમ સમાજના
પ્રમુખ મામદભાઈ કુંભાર, શંકરાસિંહ સોઢા, દીપકભાઈ દવે, હેમંતભાઈ સાધુ, લહેરીકાંત ગરવા,
હિરજીભાઈ, દિનેશભાઈ મારાજ, ભરતભાઈ ગંઢેર, હરિભાઈ ગંઢેર, હાજી નૂરમામદ ચાકી, સુરેશભાઈ
બાવાજી, ઉંમર ગુલ્ફામ, ઇશાકભાઈ સંગાર, જ્યોતિબેન પટેલ, પ્રવીણભાઈ, ઇકબાલભાઈ ખત્રી વાલી
મંડળના પ્રમુખ, વિનુભાઈ બાવાજી, હેમરાજભાઈ ચારણ, બાબુભાઇ લુહાર, સાહિલ બારાચ, સાહિલ
કાઠી, હરેશભાઈ ભટ્ટી, મેહુલભાઈ, હારૂનભાઈ કુંભાર પૂર્વ સદસ્ય નેત્રા જૂથ ગ્રામ પંચાયત,
શિવજી સીજુ (પ્રતિનિધિત્વ) સદસ્ય નેત્રા જૂથ ગ્રામ પંચાયત તેમજ ગ્રામજનો, આગેવાનો, સરપંચ, વાલીઓ મંડળ, શિક્ષણપ્રેમીઓ
ઉપસ્થિત રહ્યા હતા. `દીકરી ભણશે,
તો સમાજ આગળ વધશે' એવું હારૂનભાઈ કુંભારે જણાવ્યું હતું