ભુજ, તા. 9 : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
માટે જાગૃતિ આણવા પ્રયાસરૂપે ગુરુવારે જિલ્લા મથક ભુજ ખાતે યોજાયેલી મતદાન જાગૃતિ રેલીને
જિલ્લા કલેકટર દ્વારા પ્રસ્થાન કરાવાયું હતું. આગામી તા. 26મી એપ્રિલે સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં
જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકા
અને મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે કચ્છમાં આ ચૂંટણીઓ સંદર્ભે મતદાન જાગૃતિ
આવે અને નવા નોંધાયેલા મતદારોમાં મતદાન પ્રત્યે ઉત્સુકતા જાગે તેવા હેતુસર આજે જિલ્લા
મથક ભુજ ખાતે આર. ડી. વરસાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાઈ
હતી. આ રેલીને જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલના હસ્તે લીલીઝંડી
અપાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
ભુજના આર. ડી. વરસાણી વિદ્યાલયથી જ્યુબિલી ગ્રાઉન્ડ સુધી રેલી યોજાઈ હતી. જિલ્લા શિક્ષણાધિકારી
સંજય પરમાર અને તેમની સમગ્ર ટીમ દ્વારા આયોજિત રેલીમાં મોટી સંખ્યામાં અધિકારીઓ,
શિક્ષકો અને નાગરિકો જોડાયા હતા. આજના કાર્યક્રમમાં જિલ્લા પ્રાંત અધિકારી
એ. બી. જાદવ, મામલતદાર તેજસ પટેલ, પ્રાથમિક
શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા, સમાજ સુરક્ષા અધિકારી દશરથ
દેસાઈ, ઇ.આઈ. મહેશદાન ગઢવી અને શ્રીમતિ કંચનબેન તેમજ વર્ગ 2 અધિકારીઓ, એ. ઈ.આઈ પરેશ અજાણી, આર.
ડી. વરસાણી હાઇસ્કુલના ટ્રસ્ટી વિનોદભાઈ અને મનજીભાઈ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી,
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી અને આર. ડી. વરસાણી વિદ્યાલયના આચાર્ય
કોમલબેન ઠક્કર અને સમગ્ર સટાફ જોડાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એસ. એસ. ભાટી અને ઘનશ્યામ નાકરે જહેમત ઉઠાવી
હતી.