• શનિવાર, 11 એપ્રિલ, 2026

અંજાર આરટીઓમાં 266 કરોડની આવક

અંજાર, તા. 9 : અહીં કાર્યરત પૂર્વકચ્છની અલાયદી પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીમાં નાંણાકીય વર્ષમાંકુલ  266 કરોડની આવક થઈ હોવાની વિગતો સાંપડી હતી. અંજારમાં પૂર્વકચ્છની આર.ટી.ઓ કચેરી કાર્યરત કરવા માટે  છેલ્લા  લાંબા સમયથી પ્રયાસ કરવામાં આવ્યા હતા.સ્થાનિક રાજકીય અગ્રણીઓના પ્રયાસો થકી   અંજારમા આર.ટીઓ કચેરી ધમધમતી થઈ હતી.સંભવત વર્ષ 2023ના ઓગસ્ટ મહિનામાં   અંજાર-વરસામેડી રોડ ઉપર એપીએમસી ના નજીકના અંતરે આ કચેરી ચાલુ થઈ હતી.  કંડલા બંદર,ઔદ્યોગિક વિકાસ તથા ટીમ્બર સહિતના ઉદ્યોગકારોના કારણે  પૂર્વકચ્છ વિસ્તારમાં પરીવહન ઉદ્યોગ દિવસો-દિવસ વિકસી રહયો છે. બહાર આવેલી વિગતો અનુસાર અંજાર આટીઓ કચેરીમાં વાહન ટેકક્ષ,લાયન્સ ફી,વાહન નોંધણી,મોટર વ્હીકલ અધિનિયમના ભંગ બદલ દંડાત્મક કાર્યવાહી, લાયન્સ રીન્યુ,નવા લાયન્સ, સ્થળ ફેરબદલી, વાહન માલિક  ફેરબદલ, પરમીટો સહિતના નેજા તળે તા.1/4/2025 થી તા.31/03/2026 સુધીમાં કુલ રૂા.2,66,45,63,579 ની આવક થઈ  હોવાનુ આર.ટી.ઓ અધિકારી પી.એમ.ચૌધરી જણાવ્યુ હતું. વધુમાં તેમણે આગામી  દિવસોમાં  ટ્રાફિકના નિયમોનો ભંગ  કરનાર સામે દંડાત્મક  કાર્યવાહી જારી  રહેશે. આર.ટી.ઓ  વિભાગની  જુદી-જુદી ટીમો રોંગ સાઈડ ઉપર વાહન ચલાવનાર તેમજ ર માર્ગ સલામતીને નુકશાન પહોંચાડી  હાઈવ ઉપર  આડેધડ વાહન પાર્કિંગ કરનારા સામે વિશેષ ઝુંબેશ તળે કાર્યવાહી કરાશે. નોંધપાત્ર છે કે ગત નાંણાકીય વર્ષ 2024-25 માં અંજાર આરટીઓમાં  231 કરોડની આવક થઈ હતી. તુલાનાત્મક રીતે  આ વર્ષ  35 કરોડની આવકમાં વૃધ્ધિ થઈ હતી. સંભવત રાજય ભરની આર.ટી.ઓ કચેરીઓ પૈકી  અંજારની કચેરી  આવકની દ્રષ્ટીએ અવ્વલક્રમે  આવતી હોવાનુ જાણકારોએ  ઉમેર્યું હતું. - ગત વર્ષે 48 હજાર વાહનોની નોંધણી : નાંણાકીય વર્ષ 2025-26માં કુલ 48458 નોંધપાત્ર સંખ્યામાં વાહનોની નોંધણી થઈ હતી. - લાઈટ મોટર વ્હીકલ:844 -  ટુ-વ્હીલર :28888 - ગુડસ વ્હીકલ:6943 - થ્રી વ્હીલર:297 - ટેકટર:2205 - પેસેન્જર વાહન:638 -અન્ય :1087 

Panchang

dd