• શનિવાર, 27 જુલાઈ, 2024

રવિવારે કચ્છમિત્રના રોશની પ્રોજેક્ટનો આઠમો મણકો

કેરા (તા. ભુજ), તા. 23 : મૂળ અહીંના સામાજિક દાતા મેઘજીભાઇ ભાભાણી, .. હીરાબેન ભાભાણી દ્વારા કચ્છમિત્ર પ્રાયોજિત સારા લેન્સ સાથેની નેત્રરોગ સારવાર અને સર્જરીનું નિ:શુલ્ક કાર્ય આઠમા સોપાને પહોંચાડાયું છે. રવિવારે સવારે 8 કલાકથી કેમ્પ યોજાશે. દરમ્યાન, કેમ્પ માટે નવી નોંધણી બંધ કરવામાં આવી છે. ભુજની કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ સંચાલિત માતા મેઘબાઇ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના મેડિકલ સહયોગથી કચ્છના તમામ વર્ગના નેત્રરોગીઓને સારા લેન્સ બેસાડી મફત સર્જરીઓ કરાવી દેતાં કચ્છમિત્ર અખબારે સેવા અભિયાન છેડયું છે, જેને બહોળો સહયોગ મળી રહ્યો છે. તા. 25/2/2024, રવિવારે સવારે 8 કલાકે કેમ્પમાં તપાસ શરૂ થઇ જશે. 9 કલાકે જિલ્લાના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટય કરાશે. કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડ, સહતંત્રી નિખિલભાઇ પંડયા, નવનિયુક્ત મેનેજર મુકેશભાઇ ધોળકિયા, જા# મેનેજર હુસેનભાઈ વેજલાણી સહિતના ઉપસ્થિત રહેશે. લેવા પટેલ હોસ્પિટલના આંખ વિભાગના તબીબો તપાસ કર્યા બાદ સર્જરીઓ માટે તારીખો અપાશે, તેવું ટ્રસ્ટના મંત્રી મનજીભાઇ પિંડોરિયાએ જણાવ્યું હતું. અગાઉ લેવા પટેલ સમાજની આરોગ્ય સેવાઓમાં 80 લાખથી વધુની સેવા આપી ચૂકેલા મેઘજીભાઇ ભાભાણી, પત્ની હીરાબેન ભાભાણીએ સેવા કરેલી છે. સેવા કાર્યમાં અગાઉ કેમ્પ કરનારા સર્વે દાતાઓ, દેશ-વિદેશથી આવેલા સર્વે દાતાઓને કેમ્પમાં ઉપસ્થિત રહેવા કચ્છમિત્રના માધ્યમે નિમંત્રણ અપાયું છે. આઠમા મણકાના પ્રારંભે નવમા-દસમા કેમ્પના દાતાની પણ જાહેરાત કરાશે. 7મી એપ્રિલના યોજાનારા કેમ્પના દાતા પણ કેરા ગામના છે. આઠમા કેમ્પ માટે ડો. દિનેશ પાંચાણી, દસમા માટે પ્રેમજીભાઇ હરજી ગામી પ્રેરણા માધ્યમ બન્યા છે. સાત કેમ્પમાં સર્જરીઓનો આંક એક હજારથી વધુનો હોવાનું અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું. અભિયાનમાં સુપ્રાફોબ જેવા પ્રિલોડેડ ફોલ્ડેબલ લેન્સથી સર્જરીઓ કરાઇ છે તે વિશેષતા છે. આઠમા કેમ્પમાં 350 દર્દીને તપાસાશે. સાત કેમ્પમાં અત્યાર સુધી 1000 ઓપરેશન કરવામાં આવ્યાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang