• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

નખત્રાણા તાલુકાના ગ્રામીણ કક્ષાના જટિલ પ્રશ્નોનો સ્વાગત કાર્યક્રમમાં નિકાલ

નખત્રાણા, તા. 26 : અહીંની પ્રાંત કચેરી ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં તાલુકાના ગ્રામીણ કક્ષાના જટિલ પ્રશ્નોનો નિકાલ કરાયો હતો. મામલતદાર રાકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં ઉગેડી ગામે ખાનગી કંપનીને લીઝ પર ફાળવવામાં આવેલી ગૌચર જમીન રદ કરવા જિલ્લા કલેક્ટરને અહેવાલ મોકલી આપવાનો નિર્ણય કરાયો હતો, તો દેવસર ગામે ગૌચર પર ઊભી થતી પવનચક્કીઓના પ્રશ્નનો પણ હકારાત્મક નિકાલ કરાયો હતો. આ ઉપરાંત નખત્રાણામાં પણ સરકારી જમીનો પર થયેલાં દબાણો બાબતે નિયમોનુસાર કાર્યવાહી કરવા અધ્યક્ષ દ્વારા જણાવાયું હતું. તાલુકાના નાગવીરી ગામે ઇન્ટરલોકનાં કામો થયાં ન હોવા છતાં બતાવાયેલા ખર્ચની ખરાઇ કરવા, મંજલમાં રમતગમત મેદાન માટે દરખાસ્ત તૈયાર કરવા, ટોડિયા ગામે પંચાયત રેકર્ડમાં થયેલી ગરબડ, કોટડા (જ.) ગામે ભરાતા ગટરનાં પાણીની સમસ્યા સહિતના પ્રશ્નોનો નિકાલ કરાયો હતો. આ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી દીક્ષિત ઠક્કર, વીજતંત્ર, માર્ગ અને મકાન, ડીએલઆર સ્ટાફ, તલાટીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd