ભુજ, તા. 16 : જિલ્લામાં થતી ગેરકાયદે ખનિજચોરીને
અટકાવવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના પગલે એલસીબીની ટીમે માંડવીના મોટા લાયજાથી ગોધરા
માર્ગે કેનાલ પાસેથી ગેરકાયદે રીતે રેતી (ખનિજ) ભરેલાં ડમ્પરને જપ્ત કરી કાર્યવાહી
કરી હતી. માંડવી વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે મોટા લાયજાથી ગોધરા
જતા માર્ગે રોડ પર આવેલા કેનાલ પાસેના રોડ પર આવતા ડમ્પર નં. જીજે-6-એટી-5025ને રોકાવી તપાસમાં તેમાં રેતી ભેરલી હતી. ચાલક હુસેની જુસબ શઠિયા
(રહે. ગોધરા, તા. માંડવી)ને રેતી ભરવા અંગેના આધાર-પુરાવા માગતાં ન હોઈ રેતી સાથે વાહન
જપ્ત કરી ખાણ-ખનિજ વિભાગને રિપોર્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.