• રવિવાર, 21 ડિસેમ્બર, 2025

માધાપર ધોરીમાર્ગે બે ટ્રક વચ્ચે અકસ્માત

ભુજ, તા. 20 : આજે રાતે માધાપર ધોરીમાર્ગે વીરાંગના સર્કલ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે, સદ્નસીબે બનાવમાં જાનહાનિ ટળી હતી. દુર્ઘટનાનાં પગલે ટ્રાફિકજામ થયો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આજે રાતે માધાપરના વીરાંગના સર્કલ - એચ.પી. પેટ્રોલ પંપ વચ્ચે બે ભારે વાહન ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક ટ્રકની કેબીન આગળ નુકસાન થયું હતું. સદ્નસીબે જાનહાનિ ટળી હતી. અકસ્માતનાં પગલે એક તરફના માર્ગે વાહનોની કતાર લાગી હતી. પોલીસે ઘટના સ્થળે જઈ ટ્રાફિક નિયમિત કરાવ્યો હતો.

Panchang

dd