• બુધવાર, 22 મે, 2024

ઘડુલી પાસે ડમ્પરે બાઇકને અડફેટે લેતાં અસ્થિભંગની ઇજા

ભુજ, તા. 11 : લખપત તાલુકાના ઘડુલી પાસે ગત તા. 8/4ના પુરપાટ આવતા ડમ્પરે બાઇકને અડફેટે લેતાં અસ્થિભંગ સહિતની ઇજા બાઇકચાલકને થઇ હતી. અંગે ગઇકાલે દયાપર પોલીસ મથકે ઉમરસર લિગ્નાઇટ માઇન્સમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા ખીમજી કારૂભા જાડેજા (રહે. પુનરાજપર) નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તા. 8/4ના પોતાની બાઇક નં. જી.જે. 12-.ડી. 8061વાળી લઇ લખતપ-ઘડુલી રોડ પર માઇન્સ તરફ જતા હતા, ત્યારે સામેથી પુરપાટ આવતા ડમ્પર નં. જી.જે. 12-બી.વાય. 7410વાળાએ બાઇકને ટાયરમાં ભટકાડતાં ફરિયાદી બાઇકચાલક ખીમજી જાડેજાને પગમાં ત્રણ ફ્રેક્ચર સહિતની ઇજા તથા બાઇકમાં રૂા. 15 હજારનું નુકસાન થયાની ફરિયાદ નોંધાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang