ગાંધીધામ, તા. 26 : અંજારના રામેશ્વરનગર વિસ્તારમાં
એક યુવતીને મારમારી, કારના કાચ
તોડી શખ્સે રૂા. 12,500ની લૂંટ ચલાવતાં
તેની સામે ગુનો દર્જ થયો હતો. અંજારમાં રહેનાર એક યુવતી કાર લઈને જઈ રહી હતી, ત્યારે આરોપી દિવ્યરાજસિંહ જાડેજાએ ગાડી ઊભી
રખાવી હતી અને પિક્ચર જોવા બાબતે બોલાચાલી કરી યુવતીની છેડતી કરી માર માર્યો હતો. બાદમાં
કારના તમામ કાચ તોડી હાથમાંથી રૂા. 12,500 ભરેલા પર્સની લૂંટ કરી નાસી ગયો હતો. ગત તા. 22/2ના રાત્રે 11.40ના અરસામાં બનેલા આ બનાવ અંગે
પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.