• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

ગાંધીધામમાં ગાડીનો પીછો કરનાર ટીમને અડચણ કરાતા ફરિયાદ

ગાંધીધામ, તા. 26 : શહેરના રોટરી સર્કલથી ઓમ સિનેમા વચ્ચે ખનીજ ભરેલી ગાડીનો પીછો કરનાર ખાણ ખનિજ વિભાગની ટીમની સરકારી ફરજમાં રુકાવટ કરનાર   ક્રેટા કાર ચાલક તથા રસ્તામાં માટી ખાલી કરી જનાર ડમ્પર ચાલક સામે પોલીસ મથકે ગુનો દર્જ થયો હતો. પૂર્વ કચ્છ ખાણ ખનિજ વિભાગની ટીમ ગત તા. 24/2ના રાત્રિના અરસામાં ગાંધીધામમાં હતી. દરમ્યાન રોટરી સર્કલથી ઓમ સિનેમા જતા રોડ ઉપર શંકાસ્પદ ડમ્પર ખનિજ લઈ જતું જણાતા આ ટીમે સરકારી ગાડીથી તેનો પીછો કર્યો હતો. દરમ્યાન ક્રેટા કાર નંબર જી.જે. 39સીએ 6057માં સવાર અંતરજાળનો શિવજી લખુ બાવા નામના શખ્સે પોતાની કાર આડી અવળી ચલાવી હતી અને સરકારી ગાડીને ડમ્પર સુધી પહોંચવા દીધી ન હોતી. ખનિજ ભરેલા ડમ્પર પાછળ આહીર તથા ચકલા કોઈ દી બાજ ન બને વગેરે લખાણ લખેલું છે.  આ ડમ્પરના ચાલકે પોતાની તથા અન્યની જિંદગી જોખમમાં મુકાય તેવી રીતે આ દોડધામ વચ્ચે ડમ્પરમાંથી માટીને રસ્તામાં ખાલી કરીને નાસી ગયો હતો. બાદમાં ક્રેટા કાર ચાલક પણ નાસી ગયો હતો. આ બન્ને સામે ખાણ ખનિજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેકટર ભાવેશકુમાર વાસુદેવ સાધુએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.  

Panchang

dd