• શુક્રવાર, 26 જુલાઈ, 2024

અવસાન નોંધ

ભુજ : વડનગરા નાગર ગં.સ્વ. કંચનબેન બિહારીલાલ અંજારિયા (ઉ.વ. 95) તે સ્વ. બિહારીલાલ છગનલાલ અંજારિયા (નિવૃત્ત સબ રજિસ્ટ્રાર-નખત્રાણા)ના પત્ની, સ્વ. હરખલાલ જુગતરામ બૂચ (માસ્તર)ના પુત્રી, ગં.સ્વ. મહેશ્વરીબેન (નિવૃત્ત મિડલ સ્કૂલ), હરીશ (નિવૃત્ત એસ.ટી.), ભરત (નિવૃત્ત ઓફ્રેડ હાઇસ્કૂલ), અંજના (નિવૃત્ત પોસ્ટ ઓફિસ, મોરબી), અલ્કા (નિવૃત્ત પોસ્ટ ઓફિસ, ભુજ), દર્શક (નિવૃત્ત કચ્છમિત્ર)ના માતા, સ્વ. સુભાષભાઇ કે. વૈદ્ય, રાજીવભાઇ પી. વૈદ્ય, ત્રિદિવભાઇ કે. વૈદ્ય, નયનાબેન, મંજરીબેન (નિવૃત્ત ઇન્દિરાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ), નૈઋતિ (નયના)ના સાસુ, નિમિષ (વિદ્યા ડેરી-આણંદ), ડો. ઋત્વિજ (શ્રુતિ હોસ્પિટલ-અંજાર), હિરવા (ચાણક્ય એકેડેમી), મિહિર (શુચિ લેબોરેટરી, અંજાર), જલ્પન (વંદે માતરમ્ મેમોરિયલ-ભુજ), પ્રત્યુષ (સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ-ભુજ)ના દાદી, કેયૂર (કચ્છમિત્ર), પ્રાંજલિ, હેતા, વૃતાંક (આઇઆઇએફએલ), મોસમી, ઉત્સવ, જોલીના નાની, નીપા, ડો. અભિધા, પંક્તિ, પાયલ, દ્વિજલ મામતોરાના દાદીસાસુ, જિગીષા, અમિત ધોળકિયા, સતીષ બુદ્ધભટ્ટી. ખ્યાતિ વૈદ્યના નાનીસાસુ, યથાર્થ, તત્સત, હિતૈશી, તથ્યા, સ્તોત્ર, કર્મન, ત્ર્યક્ષ, તત્ત્વના પરદાદી, તસ્મૈ, ઉન્મેશા, મિતાંશી, હેત્મૈ, ધાર્વી, તન્વી, તિર્થા, સાન્વી, ઋત્વીના પરનાની તા. 6-12-2023ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 7-12-2023ના સવારે 8.30 કલાકે સાંકડી શેરી, હાટકેશ્વર મંદિર સામેથી સ્વર્ગ પ્રયાળધામ જશે. પ્રાર્થનાસભા તા. 8-12-2023ના સાંજે 5થી 6 હાટકેશ કોમ્પ્લેક્સ, ભુજ ખાતે.

ભુજ : સુરેશભાઇ પરમાર (ઉ.વ. 62) તે દેવબાળાબેન શાંતિલાલ પરમારના પુત્ર, કોકિલાબેનના પતિ, સ્વ. લીલાવંતીબેન માનસંગભાઇ ચૌહાણના જમાઇ, સ્વ. ગિરધારીલાલભાઇ, સ્વ. નંદલાલભાઇ પરમાર, સ્વ. રામદુલારીબેન સોલંકીના ભત્રીજા, મોહિત (મહિન્દ્રા ફાયનાન્સ), યામિની ખોડીદાસ ચાવડા (સુરેન્દ્રનગર), સ્વાતિ પરેશભાઇ સોલંકી, પ્રિયંકા કપિલભાઇ સોલંકીના પિતા, ભાગ્યશ્રીના સસરા, રિષિત, ધ્યેયના દાદા, મંત્ર, રિવા, હર્ષલ, કેશ્વીના નાના, જયશ્રીબેનના ભાઇ, ભરતભાઇ ચૌહાણ (પી.જી.વી.સી.એલ.)ના સાળા, નરેન્દ્રભાઇ ચૌહાણ (નિ. પીજીવીસીએલ), સુરેશભાઈ ચૌહાણ (પીજીવીસીએલ), ગં.સ્વ. સીતાબેન, સ્વ. ઇન્દિરાબેન, ગં.સ્વ. જ્યોતિબેન, નીતાબેનના બનેવી, પ્રતીક ચૌહાણ, મંત્રરાજ ચૌહાણ, દિશા ચૌહાણના મામા, શિવનારાયણભાઇ, સ્વ. હીરાલાલભાઇ, ગોપાલભાઇ, રમેશભાઇ, દિલીપભાઇ, જગદીશભાઇ, રાજેશભાઇ, ગં.સ્વ. સુશીલાબેન, જશવંતીબેન, ગં.સ્વ. હંસાબેનના કાકાઇ ભાઇ, નિકેશ, રાજીવ, કપિલ, હર્ષ, હિમાંશુ, સુમિત, ભાવેશ, દીપકના કાકા, કપિલ, કૃપાલી, અલ્કાબેન, છાયાબેન (રાજકોટ), આશાબેન (રાજકોટ), બીનાબેન, જાગૃતિ (રાજકોટ), નિકુ (રાજકોટ)ના ફુવા તા. 5-12-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-12-2023ના સાંજે 4.30થી 5.30 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સત્સંગ હોલ, ભુજ ખાતે.

ભુજ : ભાનુમતીબેન રામગિરિ ગોસ્વામી (ઉ.વ. 93) તે સ્વ. રામગિરિ દલીલગિરિ ગોસ્વામી (મૂળ કલ્યાણેશ્વર મંદિર-માંડવી હાલે (ભુજ)ના પત્ની, સ્વ. વિશ્રામગિરિ પૃથ્વીગિરિ ગોસ્વામી (ખોંભડીવાળા)ના પુત્રી, સ્વ. શંકરગિરિ, ગં.સ્વ. રુક્ષ્મણીબેન, ગં.સ્વ. જાનકીબેનના બહેન, સ્વ. કિશોરગિરિ (ભુનવેશ્વર), યશવંતગિરિ (ભુજ), ગં.સ્વ. જયાબેન (કુકમા), મીનાબેન (રાજકોટ)ના માતા, ગં.સ્વ. શારદાબેન, જ્યોતિબેન, સ્વ. કમલેશગિરિ અને મુકુંદગિરિના સાસુ, જિજ્ઞેશગિરિ, જયદીપગિરિના દાદી, અર્ચના, ચિંતન, વૈશાલીના નાની, ઉર્વી, જિજ્ઞાનાના દાદીસાસુ, રુદ્ર અને જિજ્ઞાના નાનીસાસુ, પ્રાચી ,ઋત્વી, હેત્વી, પ્રથમના પરદાદી, અંકિતા, ટ્વિશા, ફેયાના પરનાની તા. 6-12-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-12-2023ના શુક્રવારે સાંજે 4થી 5 સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, વાલદાસનગર, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : કમળાબેન વૃજલાલ (બાબુલાલ) નાકર (ઉ.વ. 92) તે સ્વ. બાબુલાલ પુરુષોત્તમ નાકરના પત્ની, સ્વ. ભવાનજી કાનજી શિણાઇના પુત્રી, જ્યોતિન્દ્રભાઇ (અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ), વિનોદભાઇ (અન્નપૂર્ણા લોજ), સ્વ. મહેશભાઇ, મુકેશભાઇ (સ્પીડી ક્રિકેટ એકેડેમી)ના માતા, અંજનાબેન, ગીતાબેન, પવિત્રાબેનના સાસુ, સમીર, સ્વ. ઉત્તરા, વિભા, ભૂમિતના દાદી, નીલમબેન, સુનીલભાઇ ચંદારાણાના દાદીસાસુ, સ્વ. ઝવેરબેન, સ્વ. બબીબેન (જશોદાબેન), શામજીભાઇ શિણાઇના બહેન, સ્વ. સરસ્વતીબેન મોહનલાલ, સ્વ. કંકુબેન ઉમિયાશંકર, સ્વ. પ્રભાબેન મણિલાલ, સ્વ. મણિબેન અમૃતલાલ, ગં.સ્વ. મહાલક્ષ્મીબેન હરિલાલ, સ્વ. ભાનુબેન ચૂનીલાલ, સ્વ. મોંઘીબેન માધવજી મોતાના ભાભી તા. 5-12-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-12-2023ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી, પાસે, ભુજ ખાતે.

ભુજ : અ.સૌ. પ્રતિમાબેન દિનેશભાઇ ગોર (માકાણી) (ઉ.વ. 69) તે દિનેશભાઇ અમૃતલાલ માકાણીના પત્ની, સ્વ. રમણબાળા અમૃતલાલ માકાણીના પુત્રવધૂ, સ્વ. મણિબેન ભવાનીશંકર નાકર (બાવા)ના પુત્રી, અંજુ, નેહા, ડો. પાવનના માતા, લાભશંકરભાઇ, સચિનભાઇ, ખુશાલીના સાસુ, વિનોદભાઇ, ચંદ્રકાન્તભાઇ, બિપિનભાઇના ભાભી, દિનાબેન, બીનાબેન (બંસરી), કુન્દાબેનના જેઠાણી, સ્વ. ચંદ્રિકાબેન, અશ્વિનભાઇ, યજ્ઞેશભાઇ, નરેન્દ્રભાઇ, નિરંજનભાઇ, ભરતભાઇ, ડો. અરૂણભાઇના બહેન, પુષ્પા, જયવંતી, મીના, ભાવના, ડિમ્પલ, ડો. અલ્પાના નણંદ, વિવેક, દીપા, હેતલ, આરતી, નિહારના કાકી, મેઘના, સંદીપભાઇ, પંકજભાઇ, અમિતભાઇના કાકીસાસુ, ભવ્ય, વેદિકાના નાની તા. 6-12-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-12-2023ના શનિવારે સાંજે 4થી 5 રાજગોર સમાજવાડી, આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ, ભુજ ખાતે.

ભુજ : સરોજબેન કિશોરભાઇ શૌશી (સલાટ) (ઉ.વ. 60) તે કિશોર રવજીભાઇના પત્ની, સ્વ. કસ્તૂરબેન રવજીભાઇના પુત્રવધૂ, ભરતભાઇ, સ્વ. સવિતાબેન, હંસાબેન, લતાબેનના ભાભી, સ્વ. દિલીપભાઇ, પ્રકાશભાઇ, સ્વ. વનિતાબેન, સુનિતાબેનના બહેન, સ્વ. જયાબેન જાદવજીભાઇના પુત્રી, જયશ્રીબેન, રીનાબેનના નણંદ, સચિન, મેહુલ, સારિકા, પ્રિતેશ, હેતલ, પ્રતીક, અશ્વિન, નીલમ, મીનાના મામી, દીપના મોટીમા તા. 6-12-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-12-2023ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 સલાટ જ્ઞાતિની વાડી, ડાંડીવાળા હનુમાન મંદિર પાસે.

ભુજ : મૂળ વીજપાસર (તા. નખત્રાણા)ના નાનજી પરબત શેખા (નિવૃત્ત શિક્ષક) (ઉ.વ. 73) તે સ્વ. ભચીબેનના પતિ, સ્વ. પેથા પરબત, સ્વ. નારણ પરબત, ભીમજી પરબત, કેસરબેન બાબુલાલ, મેગીબેન નાનજીના ભાઈ, કિશોર, હરેશ અને લીલાબેનના પિતા, પાર્વતીબેન કિશોર, રમાબેન હરેશ અને ગરવા ગોપાલ પ્રેમજી (માધાપર)ના સસરા, મયૂર, શરદ, ધ્રુવના દાદા, સ્વ. આશા લધા મૂછડિયા (સરલી)ના જમાઈ. તા. 4-12-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-12-2023ના સાંજે 4થી 5 મચ્છુ કઠિયા સઈ સુતાર જ્ઞાતિ મંડળ, દરજી સમાજવાડી, છઠીબારી રિંગ રોડ, ભુજ ખાતે અને ધાર્મિકક્રિયા (આગરી અને ઘડાઢોળ) તા. 11-12-2023ના સોમવારે સવારે 9.30 કલાકે નિવાસસ્થાન સત્યમ સોસાયટી, સંસ્કારનગર, નવા બસ સ્ટેશનની પાસે.

અંજાર : ગં.સ્વ. ઠક્કર પ્રભાબેન (પુષ્પાબેન) (ઉ.વ. 82) તે સ્વ. પ્રતાપસિંહ દેવજીભાઇ ઠક્કર (તુણાવાળા)ના પત્ની, ઉષાબેન શૈલેશભાઇ ઠક્કર (ભુજ), રંજનબેન દિનેશભાઇ સોનાગેલા (ભુજ), રમીલાબેન રિતેષભાઇ ઠક્કર (ગાંધીધામ), હંસાબેન નીલેશભાઇ ઠક્કર (અંજાર), શીતલબેન પ્રદીપભાઇ આશર (અંજાર)ના માતા, જમનાદાસ દેવજી ઉદવાણી (સિકંદરાબાદ)ના પુત્રી, સ્વ. પ્રવીણચંદ્ર, અશોકભાઇ, સ્વ. રાજેશ, ભરત, હસમુખ, ઇન્દિરાબેન, સુશીલાબેન, લતાબેન, ઉર્મિલાબેનના બહેન, પ્રભાબેન ધરમસીભાઇ સામજી બકાલીના ભાભી, જગદીશભાઇ, ચંદુભાઇ, વિનુભાઇ, સ્વ. અનિલભાઇ, સ્વ. જયાબેન જવેરીલાલ (મુંબઇ), ભાવનાબેન કિરણભાઇ ઠક્કર, સ્વ. ચેતનાબેનના મામી, કૃણાલ, ચાહત, જિજ્ઞેશ, દિયા, ધ્રુવી, વેદાંતના નાની તા. 5-12-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-12-2023ના ગુરુવારે સાંજે 4થી 5 રઘુનાથજી મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

અંજાર : ઔદિચ્ય બ્રાહ્મણ કુ. અદિતિ નિલેશભાઈ દવે (ઉં.વ. 14) તે ગીતા નિલેશ દવેના પુત્રી, રંજનબેન યશવંતરાય, સ્વ. નિર્મળાબેન મધુસૂદન, મૃદુલાબેન ધનંજય, સ્વ. જ્યોતિબેન પ્રકાશચંદ્રના પૌત્રી, સુષ્મા મનીષભાઈ દવે, ક્રિષ્ના રાજેશ, ભદ્રા અલ્કેશ, મિતલ અમિત, નિશા જિતેશ, ભાવના પીયૂષ, હર્ષા મયૂરના ભત્રીજી, કુશ, બિરવા, આશુતોષ, રુદ્ર, શિવમ, ધનુષ, મોનિક, હિરવા, ધૈર્ય, જીત, રેયાંશ, દુર્વાના બહેન, અરાવિંદભાઈ તથા ભૂપેન્દ્રભાઈ વ્યાસના દોહિત્રી અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-12-2023ના શુક્રવારે સાંજે 4થી 5 અંજાર ભાટિયા મહાજનવાડી કોમ્યુનિટી હોલ, ટેલિફોન એક્સચેન્જની પાછળ.

અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી મનસુખભાઇ પરસોત્તમ પઢિયાર (ઉ.વ. 67) (માજી ઉપપ્રમુખ અંજાર ઘટક) તે સ્વ. કાશીબેન પરસોત્તમભાઇ પઢિયારના પુત્ર, જ્યોતિબેનના પતિ, સ્વ. ચંપાબેન જાદવજીભાઇ નાનજી ટાંક (નાગલપર)ના જમાઇ, સ્વ. વસંતબેન, પ્રભુલાલભાઇ, સ્વ. પ્રફુલભાઇ, સ્વ. મુકેશભાઇ, લીલાધરભાઇ, શાન્તાબેન, ગુણવંતીબેન, વૃજલાલભાઇના ભાઇ, જિતેન્દ્ર, વિવેક, રિકિશાના પિતા, ગોહિલ પીયૂષભાઇ, દીપ્તિબેન, પાયલબેનના સસરા, માહી, હિરવાના દાદા, શ્યામ, પરમના નાના, રોહિત, દીપેશ, પરાગ, નીતિન, શિલ્પાબેન, સ્વ. અલ્પાબેન, આરતીબેન, કીર્તિબેનના કાકા તા. 5-12-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-12-2023ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 ક.ગુ. ક્ષત્રિય મિત્રી સમાજવાડી ખાતે ભાઇઓ તથા બહેનોની સંયુક્ત. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન પ્લોટ નં. 6, બાલાજીનગર-2, અંજાર ખાતે.

માંડવી : પુષ્કર્ણા બ્રાહ્મણ જિતેન્દ્ર જીવણદાસ વાસુ (રસોયા) (ઉ.વ. 63) તે સ્વ. જયાવંતી જીવણદાસ વાસુના પુત્ર, સ્વ. ચંદુલાલ ચત્રભુજ કેવડિયા (નારાણપર)ના જમાઇ, ભાવિકા (મીરાં), રીના, રીટા, રાજના પિતા, મહેશ, મેહુલ, રાજેન, રિયાના સસરા, સરસ્વતીબેન ચંદુલાલ હર્ષ, રસીલા, ભાવનાના ભાઇ, હિરેન ચંદુલાલ હર્ષ તથા સ્વ. પ્રીતિબેન ચંદુલાલ હર્ષના મામા, પલક, શિવાંશના દાદા, ઋષિ, ધ્યાન, ધ્રુવ, ભવ્ય, વંશના નાના, હીરજીભાઇ, હરેશભાઇ, અમૃતલાલ, સ્વ. ગૌરીશંકર, સ્વ. નરશીભાઇ, કનૈયાલાલ (નારાણપર), ક્રિષ્નાબેન, ભાનુબેન, વિરુબેનના બનેવી તા. 5-12-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-12-2023ના સાંજે 4થી 5 પુષ્કર્ણા બ્રહ્મપુરી (જોષીવાડી) ખાતે.

માંડવી : નાનજીભાઇ રત્ના રાબડિયા (ઉ.વ. 85) તે સ્વ. ભાણબાઇના પતિ, શિવજીભાઇ, સ્વ. કુંવરજીભાઇ, દેવજીભાઇ, અમૃતબેન, કાન્તાબેન, મંજુલાબેનના પિતા, પ્રજ્ઞાબેન, કાન્તાબેન, મંજુલાબેનના સસરા, કાંતિ, ગોવિંદ, ચેતન, જશુબેન, કંચનબેન, મોહિની, હિરલ, તનિશાના દાદા તા. 6-12-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 8-12-2023ના શુક્રવારે સવારે 7.30થી 8.30 નિવાસસ્થાન નીલકંઠનગર, માંડવી ખાતે.

માનકૂવા (તા. ભુજ) : મૂળ ફરાદીના રમેશ બાબુભાઇ ધેડા (ઉ.વ. 27) તે બાબુભાઇ જખુભાઇ ધેડા અને મેઘબાઇના પુત્ર, મેઘજીભાઇ, મોહનભાઇના ભત્રીજા, જેન્તીના મોટા ભાઇ, સ્વ. ભચીબાઇ ગોપાલભાઇના દોહિત્ર તા. 5-12-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયાઓ પૂર્ણ થઇ ગઇ છે. બેસણું નિવાસસ્થાન ભારાસર રોડ, ગણેશદેવના મંદિરની બાજુમાં.

માનકૂવા (તા. ભુજ) : કુંભાર મામદ અલીમામદ (ઉ.વ. 65) તે જુસબના પિતા, મ. ઇશા અયુબના ભત્રીજા, જુણસ, યાકુબભાઇ, રજાક એ. ગની (રામપર-વેકરા)ના સસરા, ઉમર તૈયબ (નલિયા)ના જમાઇ, હાસમ ઉમર (નલિયા), અદ્રેમાન ભચુ (ભુજ), હારુન ઇશાક (દેવપર)ના સાળા તા. 6-12-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-12-2023ના શનિવારે સવારે 10થી 11 ખડિયા વિસ્તાર, કુંભાર જમાતખાના, માનકૂવા ખાતે.

લોડાઇ-કેશવનગર (તા. ભુજ) : અશોક ડાંગર (ઉ.વ. 31) તે ફુલાબેન વાલજી અમરા ડાંગરના પુત્ર, સ્વ. ગોપાલભાઇ, શામજીભાઇ (મુરલીધર લોજ-માધાપર), પાંચાભાઇ (યાદવ લોજ), રાજીબેન કાનજી કેરાસિયાના ભત્રીજા, વિશાખા, હાર્દિક, યોગેશ, જિગર, સચિન, સિદ્ધાર્થ, રસીલા, ચંદ્રિકા, ગીતાના ભાઇ, ડાંગર અમરા બિજલના પૌત્ર, ચાડ રાણા વેલાના દોહિત્ર તા. 6-12-2023ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન લોડાઇ (કેશવનગર) ખાતે.

ઝુરા (તા. ભુજ) : મોતીજી ખાનજી જાડેજા (ઉ.વ. 52) તે દશરથાસિંહ અને  કુલદીપાસિંહના પિતા, પૃથ્વીરાજાસિંહ, ભુરજી, તુગાજી, સ્વ. દેવાજી, પ્રેમાસિંહના ભાઈ, શિવુભા ખીરાજીના ભત્રીજા, શિવુભા ભગુજી, સરૂપાજી ખેતાજી, દાનુભા, ભૂપતાસિંહ તથા પી. એમ. જાડેજા (માજી સરપંચ)ના પિતરાઈ ભાઈ, સ્વ. જોરુભા કરણાસિંહ સોઢા (ગઢડા-ખડીર)ના સાળા, મનુભા જીલુભા સોઢા (આચાર્ય, નાગોર), ડો. નવુભા સોઢા તથા વિરમજી જીલુભા સોઢા (પૈયા)ના બનેવી તા. 4-12-2023ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન તલીવાડી, ઝુરા ખાતે. ઉત્તરક્રિયા (ધાર્મિક વિધિ) દશાવો તા. 13-12-2023ના બુધવારે સવારે, આગરી તા. 14-12-2023ના ગુરુવારે રાત્રે, જ્યારે બારસ (ઘડાઢોળ) તા. 15-12-2023ના શુક્રવારે સવારે તેમના નિવાસસ્થાને.

હાજાપર (તા. ભુજ) : દીપકગિરિ કમલગિરિ ગુંસાઇ (ઉ.વ. 51) તે સ્વ. ગવરીબેન કમલગિરિના પુત્ર, શારદાબેનના પતિ, દિનેશગિરિ, કિશોરગિરિ, હસ્મિતાબેનના ભાઇ, શીતલબેનના દિયર, ભારતીબેનના જેઠ, હિંમતપુરીના સાળા, ડોલી, દુલારીના મામા, મિત, નીશાના કાકા, સમીક્ષા, કીર્તિગિરિના મોટાબાપા તા. 6-12-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-12-2023ના શુક્રવારે નિવાસસ્થાને.

શિણાય : મૂળ અંજારના શ્રીમાળી બ્રાહ્મણ (યજુર્વેદી) વિનોદભાઇ (ઉ.વ. 72) તે સ્વ. શાંતાબેન અમૃતલાલ દવેના પુત્ર, અંજનાબેનના પતિ, સ્વ. હિમકુંવરબેન ખરાશંકર ભટ્ટના જમાઇ, અંજનાબેન, પૂર્ણિમાબેન, સ્વ. જીતુભાઇના ભાઇ, મહેન્દ્રભાઇ ખરાશંકર ભટ્ટના બનેવી, અલ્પેશભાઇ, હિતાક્ષીબેનના પિતા, આશાબેન (સિનુગ્રા), તુષારભાઇ (પાલનપુર)ના સસરા, મૈત્રીના દાદા, માર્ગીના નાના, દીપક કાંતિલાલ દવે (સિનુગ્રા), જગદીશચંદ્ર ભીખાલાલ રાવલ (પાલનપુર)ના વેવાઇ તા. 5-12-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-12-2023ના શુક્રવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન 72, કેશવ હોમ્સ સોસાયટી, રમાડા રિસોર્ટની પાસે, શિણાય ખાતે.

આણંદસર-વિં. (તા. નખત્રાણા) : રતનબેન નાનજીભાઇ શેખા (ઉ.વ. 58) તે નાનજી હીરજીના પત્ની, ગૌતમ, નવીન, વિજય, અરૂણાબેન, દક્ષાબેન, ગીતાબેન, મંજુલાબેન, તુલસીબેનના માતા, સ્વ. હીરજી ખીમજી, ખેંગાર ખીમજી, મૂળજી ખીમજીના પુત્રવધૂ, સ્વ. બાબુભાઇના નાના ભાઇના પત્ની, અમૃતલાલ, બાબુલાલ, જગદીશના ભાભી, અશોક, રમણીકલાલ, ધર્મેન્દ્ર, દીપક, નિતેશ, સુરેશ, જવેરબેન, ડિમ્પલબેન, ઉર્મિલાના કાકી તા. 6-12-2023ના નારણપર ખાતે અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન આણંદસર ખાતે. ધાર્મિકક્રિયા તા. 8-12-2023ના શુક્રવારે સવારે 10 વાગ્યે ઘડાઢોળ.

નલિયા (તા. અબડાસા) : ભજીર દાઉદ હુશેન (ઉ.વ. 43) તે ભજીર હુશેન બુઢાના પુત્ર, ઇબ્રાહીમ તથા અબ્દુલના ભાઇ તા. 6-12-2023ના અવસાન પામ્યા છે. જિયારત તા. 8-12- 2023ના શુક્રવારે સવારે 10.30 વાગ્યે ભજીર સમાજવાડી, કોઠાપીરમાં, નલિયા ખાતે.

ગુનેરી (તા. લખપત) : જાડેજા બાજીબા પૂજાજી (ઉ.વ. 85) તે સ્વ. જાડેજા પૂજાજી દુજાજીના પત્ની, જાડેજા આશાજી, મહિપતસિંહના માતા, જાડેજા હાજાજી દુજાજી, જેઠાજી વેલાજીના ભાભી, જાડેજા કાનજી ખીરાજી, લાખિયારજી, રવાજી, નારણજી, દાનસંગજી, મંગલજી, સ્વરાજજી, ખેતાજીના કાકી, જાડેજા ચનુભા રાણાજી, જાલુભા મહેન્દ્રસિંહના મોટામા, જાડેજા દશરથસિંહ, દિલીપસિંહ, જયદીપસિંહ, ભરતસિંહ, લાલજી, મહિપતસિંહ, દેવાજીના દાદી તા. 5-12-2023ના અવસાન પામ્યા છે. આગરી તા. 14-12-2023ના ગુરુવારે સાંજે, ઘડાઢોળ તા. 15-12-2023ના શુક્રવારે સવારે નિવાસસ્થાન ગુનેરી ખાતે.

માટુંગા (મુંબઇ) : કાયસ્થ મહેતા મંજુલાબેન દુર્લભરાય મહેતા (ઉ.વ. 87) (હાલ માટુંગા-મુંબઇ) તે સ્વ. રમેશભાઇ, સ્વ. સુરેશભાઇ, વંદનાબેનના મોટા બહેન, જ્યોતિબેન, જયશ્રીબેનના નણંદ તા. 6-12-2023ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : જ્યોતિબેન-83568 13214, વંદનાબેન-97695 12975.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang