• શનિવાર, 27 જુલાઈ, 2024

તામિલનાડુમાં ભાજપની પરીક્ષા

ભાજપ માટે અત્યાર સુધી કર્ણાટક દક્ષિણનું દ્વાર કહેવામાં આવતું હતું અને અનેક વખત સરકાર બનાવી પણ છે. એટલું નહીં, લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને અહીંથી મોટી સફળતા મળી રહી છે, પણ પાડોશી રાજ્ય તામિલનાડુમાં ભાજપ હજી સુધી મોટી સફળતા હાંસલ નથી કરી શક્યો. હવે ભાજપ ચિત્ર સંપૂર્ણપણે બદલવા માગે છે. કારણ છે કે, એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત મુલાકાત લઈ રહ્યા છે, તો પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈના નેતૃત્વમાં તામિલનાડુ યુનિટે આક્રમક વલણ અપનાવ્યું છે. વડાપ્રધાન મોદી મંગળવારથી ફરી તામિલનાડુની મુલાકાતે જઈ રહ્યા છે, તેઓ ચાર દિવસ રાજ્યમાં રહેશે. વર્ષે તેમની તામિલનાડુની સાતમી મુલાકાત હશે. રીતે ફક્ત 100 દિવસના ગાળામાં વડાપ્રધાન મોદીનો સાત વેળા તામિલનાડુની મુલાકાત કોઈ સંયોગ નથી, સમજી વિચારીને કરવામાં આવેલો ચૂંટણી પ્રયોગ છે. ભાજપનું માનવું છે કે, પક્ષને રાજ્યની બેઠક પર જીતની આશા છે. આશા ફળે તો મોટી સિદ્ધિ ગણાશે. ભાજપને જે બેઠકો પર આશા છે, તેમાં સાઉથ ચેન્નઈ, વેલ્લારે, પેરમ બલૂર, કોઇમ્બતુર, નીલગિરિ અને વિસધનગર સામેલ છે. એટલું નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લોકસભાના જે વિસ્તારોમાં જઈ રહ્યા છે, ત્યાં ભાજપના વિજયની સંભાવના વિશેષ છે. રાજ્યમાં વેળા ભાજપનું એઆઈએડીએમકેથી ગઠબંધન નથી. ક્યારેક જયલલિતાનો વિજય ધ્વજ ફરકાવનાર એઆઈએડીએમકે પાસે હવે કોઈ કરિશ્માઈ નેતા નથી. પક્ષમાં જૂથબંધી પરાકાષ્ઠાએ પહોંચી છે. ભાજપને આશા છે કે, કોંગ્રેસ અને ડીએમકેના વિરોધમાં જે મત એઆઇએડીએમકેને મળતા હતા, તે હવે તેને મળશે. કારણ છે કે, વેળા વડાપ્રધાન નરેન્દ્ર મોદી  સહિત આખી ટીમ તામિલનાડુમાં સક્રિય છે. 39 બેઠકવાળા તામિલનાડુમાં ભાજપ વેળા 23 બેઠક પર લડી રહ્યું છે, જ્યારે સહયોગી પક્ષ પીએમકેને 10 બેઠક મળી છે અને માજી પ્રધાન જી.કે. વાસનના પક્ષ `તમિલ મિસા કોંગ્રેસ'ને ત્રણ બેઠક મળી છે. ભાજપ માટે તામિલનાડુમાં પરીક્ષા પણ છે. પહેલાં તો રાજ્યના બે મુખ્ય પક્ષ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરતો હતો. વેળા એકલો છે અને સફળતા મળે તો ક્રેડિટ પણ મળશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang