ગોલ તા.19: ભારતીય ટીમે
તેની 600મી ટેસ્ટમાં શાનદાર વિજય પ્રાપ્ત
કર્યો છે. શ્રીલંકા વિરુદ્ધના પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ 16પ રનની મજબૂત જીત સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના
ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. બે મેચની શ્રેણીમાં ભારત 1-0થી આગળ થયું છે. શ્રેણીની બીજી
ટેસ્ટ મેચ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે. મેચના
આજે અંતિમ દિવસે 372 રનના વિજય
લક્ષ્યાંકનો પીછો કરી રહેલી શ્રીલંકન ટીમ માનવ સુથારની સ્પિન જાળમાં ફસાઇને 206 રને ઓલઆઉટ થઇ હતી. આથી ભારતનો
16પ રને ભવ્ય વિજય થયો હતો. માનવ સુથારે બીજા
દાવમાં 55 રનમાં 6 વિકેટ ઝડપી હતી. તેની મેચમાં કુલ 10 વિકેટ થઇ હતી. પહેલા દાવમાં
167 અને બીજા દાવમાં 44 રનની ઈનિંગ્સ રમનાર ઇન્ડિયન
બેટર દેવદત્ત પડીક્કલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. શ્રીલંકાએ આજે મેચના પાંચમા દિવસે
તેનો બીજો દાવ 4 વિકેટે 84 રનથી આગળ વધાર્યો હતો. ગઇકાલની જામેલી જોડી કપ્તાન ધનંજય ડિસિલ્વા
અને સોનલ દિનુષાએ આજે પણ ભારતીય બોલરોને હંફાવ્યા હતા. આ જોડીને જાડેજાએ તોડી હતી અને
ભારતનો વિજય નિશ્ચિત કરી દીધો હતો. જાડેજાએ લંકન કપ્તાન ડિસિલ્વાને પ9 રને આઉટ કર્યો હતો. તેના અને સોનલ વચ્ચે
પાંચમી વિકેટમાં 202 દડામાં 92 રનની ભાગીદારી થઇ હતી. આ પછી
ડિકવેલા 10 રને આઉટ થયો હતો. પહેલા દાવમાં
સદી કરનાર સોનલ દિનુષા 128 દડામાં 8 ચોગ્ગા-1 છગ્ગાથી 84 રને સુથારનો
શિકાર બન્યો હતો. આખરી 4 વિકેટ સુથારે
લીધી હતી. શ્રીલંકાએ સાતમી, આઠમી અને નવમી
વિકેટ 199 રનના સ્કોર પર ગુમાવી હતી.
જે સુથારે લીધી હતી. 77.4 ઓવરમાં શ્રીલંકા
ટીમ ઓલઆઉટ થઇ હતી. આથી ભારતનો 16પ રને વિજય
થયો હતો. માનવ સુથારની 6 વિકેટ ઉપરાંત
પ્રસિદ્ધ કૃષ્ણાને 2 વિકેટ મળી
હતી. સિરાજ-જાડેજાએ 1-1 વિકેટ લીધી
હતી.
ભારતની 600 ટેસ્ટ મેચની
સફર
ટેસ્ટ મેચ જીત હાર ટાઇ ડ્રો
1-100 10 40 0 પ0
101-200 2પ 32 0 43
201-300 21 26 1 પ2
301-400 32 31 0 37
401-પ00 42 28 0 30
પ01-600 પ7 31 0 12
કુલ 600 187 188 1 224