ક્રાઇસ્ટચર્ચ, તા. 2પ :
નવોદિત મિડલઓર્ડર બેટર કોનર એસ્ટરહાઉઝનના ઝડપી 7પ રન પછી બોલરોના સહિયારા
પુરુષાર્થથી અંતિમ ટી-20 મેચમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ
દક્ષિણ આફ્રિકાનો 33 રને સરળ વિજય થયો હતો. આથી પાંચ મેચની શ્રેણી પ્રવાસી દ.
આફ્રિકા ટીમે 3-2થી કબજે કરી લીધી હતી. અંતિમ મેચમાં આફ્રિકાના 4 વિકેટે 187 રનના
જવાબમાં કિવીઝ ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 1પ4 રને
હાંફી ગઇ હતી. પ્લેયર ઓફ ધ મેચ અને સિરીઝ બનેલ એસ્ટરહાઉઝને 7પ રન
કર્યા હતા. સિરીઝમાં તેના નામે 200 રન રહ્યા હતા. આફ્રિકા તરફથી
વિયાન મુલ્ડરે 31 અને રૂબિન હરમને 39 રન કર્યા હતા. જ્યારે કોનર
એસ્ટરહાઉઝને ફકત 33 દડામાં પ ચોગ્ગા અને 6 છગ્ગાથી 7પ રનની
આતશી ઇનિંગ રમી હતી. ફોસ્ટરે 21 રનનું યોગદાન આપ્યું હતું. આથી
આફ્રિકાના 4 વિકેટે 187 રન થયા હતા. બેન સીયર્સને 2 વિકેટ
મળી હતી. 188 રનના વિજય લક્ષ્યાંક સામે ન્યૂઝીલેન્ડ
ટીમ તરફથી બેવન જેકબ્સે 36, ટિમ રોબિન્સને 2પ, ડેન કલીવરે 22 અને
કેપ્ટન જિમી નિશમે 24 રન કર્યા હતા. આથી કિવીઝ ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 1પ4 રન કરી
શકી હતી. આફ્રિકા તરફથી જેરાલ્ડ કોએત્ઝી,
વિયાન મુલ્ડર અને ઓર્ટનીલ બાર્ટમેનને 2-2 વિકેટ
મળી હતી. કપ્તાન કેશવ મહારાજે 1 વિકેટ લીધી હતી.