ભુજ, તા. 11 : ટાઉનહોલ ખાતે કવિ `બેનામ'ની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે સ્વરાંજલિ તથા સાહિત્ય અને સંગીતક્ષેત્રે શ્રેષ્ઠ
પ્રદાન કરનારી છ વ્યક્તિનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં કવિ મહેશભાઈ સોલંકી `બેનામ'ના પર્યાવરણ ગીતો પર નુપૂર નૃત્ય અકાદમીના વૈશાલીબેન સોલંકીનાં માર્ગદર્શન
હેઠળ દિયાબેન સહિતના કલાકારોએ નૃત્યમંચન કર્યું હતું. ઉમાશંકર જોશી દ્વારા પર્યાવરણ
ચિંતા પર લખાયેલી રચના પ્રસ્તુત કરાઈ હતી. વિપુલભાઈ મહેતા તથા પ્રગતિબેન મહેતાના માર્ગદર્શન
હેઠળ અંશ પટ્ટણી, પૂજા જેઠી, ઉદીશ વોરા,
ઓમ પોમલ, સ્વર માંકડ, યશ
દવે, રાજવીરસિંહ ગોહિલ વિ.એ ગીતો રજૂ કર્યાં હતાં. ગુજરાતી ગદ્ય
ક્ષેત્રે ડો. ધીરેન્દ્રભાઈ મહેતા, સાહિત્ય ક્ષેત્રે જયંતીભાઈ
જોશી `શબાબ',
ગુજરાતી પદ્ય ક્ષેત્રે વિનોદભાઈ માણેક `ચાતક',
કચ્છી સાહિત્ય ક્ષેત્રે ગૌતમભાઈ જોશી, સંગીત નિયોજન
ક્ષેત્રે સ્વ. જ્યોતિષભાઈ વોરા તથા ગાયન ક્ષેત્રે કાજલબેન છાયાનું સન્માન કરાયું હતું.
વનખંડી દેવી શક્તિપીઠ-ઝાલોન (ઉત્તરપ્રદેશ)ના મહંત વૃષભદાસજી મહારાજ, આરએસએસ-કચ્છના સંઘચાલક હિંમતસિંહ વસણ, કચ્છ જલધારા ટ્રસ્ટના
કેશુભાઈ ઠાકરાણી, રામકૃષ્ણ ટ્રસ્ટના પ્રમુખ વિનોદભાઈ સોલંકી, જ્યોતિબેન સોલંકી, નીતાબેન સોલંકી, ઈન્દિરાબેન સોલંકી, દીપ્તિબેન રાઠોડ, મોહિતભાઈ સોલંકી વિ.ના હસ્તે સન્માન એનાયત કરાયું હતું. દિલીપભાઈ દેશમુખ,
નવીનભાઈ બાપટ, રવજીભાઈ ગોરસિયા, શંકરભાઈ સચદે, ઝવેરીલાલ સોનેજી સહિત વિવિધ ક્ષેત્રના
અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણ ગીતોના સ્વરકાર અબ્દુલભાઈ ખાવરાએ સંદેશ પાઠવ્યો
હતો. કાર્યક્રમના સંયોજક અજિતભાઈ પરમારે કવિ બેનામનો પરિચય આપ્યો હતો. જયંતીભાઈ જોષી
તથા વિનોદભાઈ માણેકે આભાર વ્યક્ત કર્યો હતો. કાજલબેન છાયાએ ડો. ધીરેન્દ્રભાઈ લિખિત
તથા જ્યોતિષભાઈ વોરાના સ્વરાંકનનું ગીત રજૂ કર્યું હતું. સંચાલન મનનભાઈ ઠક્કર તથા આભારવિધિ
દીપકભાઈ રાઠોડે કરી હતી. ડો. મહેતા વતી નૂતનબેન મહેતા તથા સ્વ. જ્યોતિષભાઈ વોરાના પુત્ર
બિહાગભાઈ વોરાએ સન્માન સ્વીકાર્યું હતું. ટ્રસ્ટીઓ જયદીપ સોલંકી, જયમીતભાઈ સોલંકીએ આવકાર આપ્યો હતો.