• રવિવાર, 12 એપ્રિલ, 2026

રામપરમાં ચકચારી હત્યાના પ્રયાસના કેસમાં 22 આરોપીના જામીન મંજુર

ગાંધીધામ, તા. 11 : ભચાઉ તાલુકાનાં રામપરના ચકચારી હત્યાના પ્રયાસના કેસમાં આરોપીઓના  જામીન  ભચાઉ કોર્ટે ગ્રાહ્ય રાખ્યા હતા. આ કેસની હકીકત મુજબ  ફરિયાદીના મોટા ભાઈ લગધીરભાઈને  સમાજના પ્રમુખ  બનાવવા સમાજ ઈચ્છુક હતો, જ્યારે આરોપી નારણ સવા સંઘારને પ્રમુખ બનવું હતું.  આ બનાવ મામલે આરોપીઓએ  ફરિયાદી અને તેના પરિવારજનોને મારી નાખવા માટે ધારિયા બંદૂક, પિસ્ટલથી ફાયરિંગ કર્યું હતું અને ફરિયાદીના પરિવારનાં વાહનોમાં નુકસાન પહોંચાડયું હતું. આ કેસમાં પોલીસ ફરિયાદ નોંધાયા  બાદ પોલીસે  25 આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ પૈકી રામજી સનાભાઈ સંઘાર, રાહુલ હોથીભાઈ છુછિયા, દિનેશ કાનજી સંઘાર, જિગર રામજીભાઈ સંઘાર, સંજય લાખાભાઈ શિણાઈ(મણકા)રાજેશકુમાર દેશભાઈ સંઘાર, મન અર્જનભાઈ દેશભાઈ સંઘાર, કરણભાઈ દેસરભાઈ સંઘાર, મનોજકુમાર જગદીશભાઈ ઉર્ફે જગાભાઈ સંઘારદેશરભાઈ રણમલભાઈ ઉર્ફે પપ્પુભાઈ સંઘારખીમજી સવાભાઈ સંઘારરમેશભાઈ કાનજીભાઈ સંઘારનવજ્યોત   ઉર્ફે નવીન  પેથાભાઈ સિયારિયાઅલ્પેશ જગદીશ ઉર્ફે જગાભાઈ  સંઘારવેરાભાઈ ખીમાભાઈ સંઘારલખમણભાઈ  સનાભાઈ સંઘારનરેન્દ્ર કાનજી સંઘારહિરેન નારણભાઈ સંઘારમહેશભાઈ વાઘાભાઈ સિયારિયાવનરાજભાઈ વાઘાભાઈ સિયારિયામહેશ ઉર્ફે મયૂરભાઈ રામજીભાઈ સંઘારક્રિષ્ના ઉર્ફે  કિશનભાઈ  રાજેશભાઈ સંઘારે જામીન અરજી કરી હતી. બંને પક્ષની દલીલો સાંભળી કોર્ટે  તમામ આરોપીઓને જામીન મુક્ત કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપીઓ તરફે  હિતેન્દ્રસિંહ બી. વાઘેલાનરેન્દ્રસિંહ  બી. જાડેજાઅશ્વિન આર. ઢીલાવિજયભા પી. ગઢવી, કલ્પેશ એન. વાણિયા અને હરપાલસિંહ કે. જાડેજા હાજર રહ્યા હતા. 

Panchang

dd