• ગુરુવાર, 26 માર્ચ, 2026

ભચાઉમાં પોલીસ દ્વારા લોન મેળો

ગાંધીધામ, તા. 25 : ભચાઉ પોલીસ મથકના પ્રાંગણમાં ભચાઉ, સામખિયાળી, લાકડિયા પોલીસ મથક હેઠળ આવતા ગામના લોકો માટે જનજનજાગૃતિ હેતુથી બેંકના અધિકારીઓના સહકારથી લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ કચ્છ જિલ્લામાં વ્યાજખોરીના દૂષણને ડામવા માટે અધિકારીઓએ સૂચના આપેલી હોવાથી સામાન્ય લોકોને નાણાકીય જરૂરિયાતો માટે લોન મેળવવામાં અગવડતા ન પડે તથા સરળતાથી બેંકિંગ સવલતો મળી રહે તેવા હેતુથી ભચાઉ ડીવાય.એસ.પી. સાગર સાંબડાની અધ્યક્ષતામાં ભચાઉ પોલીસ મથકના પ્રાંગણમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોન મેળામાં ભચાઉ, સામખિયાળી, લાકડિયા પોલીસ મથક હેઠળના ગામોના 140થી 160 લોકોએ લાભ લીધો હતો. લોન મેળામાં એક્સિસ, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ, એસબીઆઈ વગેરે બેંકો તથા ભચાઉ પાલિકા લોન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ વેળાએ જુદી-જુદી એપ્લિકેશન દ્વારા લોન આપી સાયબર ઠગાઈ કરી બાદમાં પઠાણી ઉઘરાણી કરાતી હોવા વગેરેની સમજ લોકોને આપવામાં આવી હતી.

Panchang

dd