દયાપર (તા. લખપત), તા. 22 : ઘણા સમયથી
તાલુકાના ઘડુલી ગામમાં પ્લાસ્ટિકનો મુદ્દો ગાજ્યો હતો અને વિવિધ સમાજ, સંસ્થાઓ દ્વારા બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો
ત્યારે ગ્રામજનો પૂછતા કે હવે પ્લાસ્ટિકમુક્ત કયારે થશું? ઘડુલીથી
સિયોત માર્ગ પર પ્લાસ્ટિકનાં ઢગલાંઓ થઈ ગયાં છે. પશુઓ પ્લાસ્ટિક ખાઈ રહ્યા છે ત્યારે
જલ્દી અભિયાન ચાલુ થાય તે જરૂરી છે. અગ્રણી નીતિનભાઈ રૂડાણીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં
જ કાર્ય ચાલુ થશે. આજે (તા. 23/3)ના ઘડુલી ખાતે પ્લાસ્ટિકમુક્તિ અભિયાનનો પ્રારંભ થશે અને ઘણા
સમયથી ચાલતી મિટિંગોને આજે કાર્યનું સ્વરૂપ મળશે.