• સોમવાર, 23 માર્ચ, 2026

પ્રકૃતિનું સંરક્ષણ એટલે આવનારી પેઢી માટે હરિયાળો વારસો સર્જવાનો સંકલ્પ

કોડાય (તા. માંડવી), તા. 22 : તાલુકાના મોટી રાયણ ખાતે રુકમાવતી નદીના કિનારે રાજલ માના પવિત્ર ધામે સંતોના હસ્તે `સોનલ સ્મૃતિવન' અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન શ્રીમદ દેવી ભાગવત કથાના આરંભના પૂર્વ દિવસે શુભ શરૂઆત તરીકે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહંત કલ્યાણદાસ બાપુ (હિંગરિયા), શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશદાસજી, કોઠારી સ્વામી શાસ્ત્રી શુક્રદેવ સ્વરૂપદાસજી, સ્વામી સત્ય સ્વરૂપદાસજી (માંડવી), આત્મસુખાનંદ સ્વામી (માંડવી), સંત ધીરેન્દ્રપુરીજી (કાઠડા), નારદાનંદ બાપુ તેમજ લક્ષ્મણ બાપા ભગત (નાની રાયણ) સહિતના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સમાજના અગ્રણી દેવરાજભાઈ ગઢવી અને ગોપાલભાઈ ગઢવીએ રાજલધામના સર્વાંગિક વિકાસ તથા શ્રીમદ્ દેવી ભાગવત કથા  અંગે માહિતી આપી સૌને જોડાવા પ્રેરિત કર્યા હતા. તેમણે `સોનલ સ્મૃતિવન' નિર્માણનો સંકલ્પ વ્યક્ત કરી પ્રકૃતિ સંરક્ષણ અંગે જાગૃતિની વાત કરી હતી. આ પ્રસંગે દેવાંગભાઈ ગઢવી (જળ સંચય અભિયાન)એ જણાવ્યું હતું  કે, જળ એ જ જીવન છે અને પાણી તથા વૃક્ષો બંને પ્રકૃતિના આધાર સ્તંભ છે. વર્ષોથી પર્યાવરણનું સમતોલ જળવાય છે તેમજ પક્ષીઓ વર્ષો સુધી આશરે અને આહાર મળે છે, જેમાં વૃક્ષારોપણને પ્રકૃતિ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાવી સૌને અભિનંદન પાઠવ્યાં હતાં. સોનલ બીજ સમિતિના પ્રમુખ ઈશ્વરભાઈ ગઢવીએ `સોનલ સ્મૃતિવન' અંતર્ગત કરવામાં  કાર્યોને બિરદાવ્યાં હતાં. ભાણબાઈ મા (ઝરપરા) અને લાછબાઈ મા (રાજલધામ) દ્વારા આશીર્વચન આપવામાં આવ્યાં હતાં. હિતેશ પરસોત્તમ સેંઘાણી (રાયણ-મુંબઈ)નો સહયોગ આપ્યો હતો. કાર્યક્રમમાં પૂર્વ પીઆઇ મહેશભાઈ બોક્ષા, લાલજીભાઈ શિયાણી, મનજીભાઈ હલાઈ, પુનશીભાઈ ગઢવી, વાછિયાભાઈ ગઢવી, હરિભાઈ ગઢવી, મેઘરાજભાઈ ગઢવી, અરજણભાઈ ગઢવી, વિશ્રામભાઈ ગઢવી, ધનરાજભાઈ ગઢવી, મેઘરાજ ગઢવી (રાજેશ્વરી માંડવી), ભારુભાઈ ગઢવી, પ્રભાતાસિંહ સોલંકી અને સજણભાઈ ગઢવી, દેવાંગભાઈ ગઢવી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાજના યુવાનોએ વ્યવસ્થા સંભાળી હતી.  

Panchang

dd