કુલદીપ દવે દ્વારા : ગાંધીધામ, તા.23 : મધ્ય પૂર્વમાં ઈરાન-ઈઝરાયેલ
યુધ્ધ ભયાનક ચરણમાં પહોંચ્યુ છે. દિનપ્રતિદિન સ્થિતિ વધુ વણસતી
જતી હોવાનુ ચિત્ર ઉપસ્યુ છે.ત્યારે આ યુધ્ધના
ઓછાયાની અસર દેશ સાથે કચ્છના
બંદરો અને સ્થાનિક વેપાર ઉપર જોવા મળી
રહી છે. ગાંધીધામ સંકુલમાં આવેલ એશિયાનો સૌથી
મોટો ટીમ્બર ઉદ્યોગ ઉપર યુધ્ધની અનેક પ્રકારની અસરો થઈ હોવાના અહેવાલ સાંપડયા
હતા. ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરીકાએ હુમલા
શરૂ કર્યા બાદ આખા મધ્ય પૂર્વ વિસ્તારમાં તંગદીલી
સર્જાઈ છે. આ સ્થિતિ વચ્ચે હોર્મુઝ સ્ટેટમાંથી
તેલ અને એલ.પી.જી ગેસના જહાજ પસાર થતા અટકતા દેશભરમાં એલ.પી.જી. ગેસના પુરવઠા ઉપર ચિંતાના
વાદળો છવાયા હતા.ગેસના અભાવે મોરબીનો સીરામીક ઉદ્યોગ બંધ થવાની નિર્માણ પામી છે. આ ઉપરાંત પ્રેટ્રોલિય કંપનીએ પ્રીમીયમ ડિઝલની કિંમત ઉપર ભાવ વધારો કર્યો છે.
તો બીજી બાજુ સ્થિતિને પહોંચી વળવા સ્થાનિક
પરીવહન ઉદ્યોગકારોએ ભાવ વધારો કરાયો છે. યુધ્ધના
કારણે દેશભરના ઉદ્યોગોની સાથે સ્થાનિક
ટીમ્બર ઉદ્યોગ ઉપર અસર વર્તાઈ છે. - 300થી વધુ કન્ટેનરો દુબઈમાં ફસાયા : કંડલા ટીમ્બર
એસોસિએશનના પ્રમુખ નવીનીતભાઈ ગજજરે જણાવ્યુ
હતુ કે મધ્યપૂર્વમાં યુધ્ધના કારણે કચ્છના ટીમ્બર ઉદ્યોગને ભારે માર
પડશે. વિદેશથી આયાત થતા લાકડાને કન્ટેનરોને ગમે પોર્ટ ઉપર ઉતારી દેવાયા છે. અંદાજીત
300 થી વધુ કન્ટેનરો દુબઈના જબ્બર અલી પોર્ટ ઉપર અટવાયા છે.
જહાજોમાં ફસાયેલા કન્ટેનરો આંક પણ મોટો છે. ડોલર અને ઓશિયન ફ્રેટ સહિતના કારણોસર 15 થી 20 ટકા ભાવ વધારો
આવશે . યુધ્ધ પુર્ણ થયા બાદ પણ સ્થિતિ સામાન્ય થતા છ મહિના કરતા વધુ સમય
લાગી જશે. - સ્થાનિક નિકાસને પણ થશે અસર : ટીમ્બરના એસોના ઉપપપ્રમુખ હેમચંદ્રા યાદવે
જણાવ્યુ હતુ કે કચ્છમાં આવેલ 125 જેટલી પ્લાયવુડ
અને સનમાઈકા તથા લેમિનેટ ના ઉદ્યોગો,100 જેટલી દરવાજા
બનાવતા એકમો તેમજ 100 જેટલી બોર્ડ
બનાવતા એકમો ઉપરાંત 3500 કરતા વધુ
સોમીલમાં અસર વર્તાશે.સ્થાનિકે તૈયાર થયેલા
માલની નિકાસ માટે નિકાસ કારોને પણ જહાજની અન ઉપલબ્ધતા,
ફ્રેટનો ભાવ વધારો વિગેરેને
પડકારોનો સામાનો કરવો પડશે. ટીમ્બર એસોના પ્રમુખ અને ઉપ્રપમુખે
આસામ, તમીલનાડુ, પશ્ચિમ બંગાળ,
કેરલા સહિત પાંચ રાજયોમાં વિધાનસભાની ચૂંટણીને લઈને પણ શ્રમિકો
પોતાના વતને જઈ રહયા છે. જેના કારણે સ્થાનિક શ્રમિકોના અભાવે પણ મુશ્કેલી ઉભી થઈ છે.
- રૂપિયો નબળો પડતા લાકડા ઉદ્યોગને
મોટી માર : ગાંધીધામ ચેમ્બરના ઉપપ્રમુખ અને ટીમ્બર ઉદ્યોગકાર દિપક પારખે જણાવ્યુ હતુ કે ડોલર સામે રૂપિયો નબળો પડી રહયો છે.વર્ષ 2026માં જ ભારતીય કરન્સી ડોલર ની સરખામણીએ 90 થી 94 એ પહોંચવા આવ્યો છે.જે 95 સુધી પહોંચે તેવુ પણ લાગી રહયુ છે.જેની લાકડા ઉદ્યોગને ભારે
અસર પકડશે.યુધ્ધને લઈને વિદેશથી આયાત લાકડાના અનેક કન્ટેનરો દુબઈ સહિતના જુદા-જુદા પોર્ટ અને જહાજોમાં અટવાયા છે.આયાતી માલના નાંણા
અગાઉથી ચુકવાઈ ગયા છે.લાકડા ઉદ્યોગમાં ઉપયોગી રીજીન ગ્લુ નો બેવડો ભાવ ઉંચકાયો છે. શિપીંગ લાઈનોએ
માલ આપ્યા વિના ભાડા સહિતનો વધારો ઝીંકયો છે. આગામી સમયમાં લાકડા અને તેમાંથી બનતી
ચીજવસ્તુઓમાં ભાવ વધારો થશે.એક અંદાજ મુજબ
વિભિન્ન કારણોસર લાકડા બજારને 500 કરોડનુ જેટલુ નુકશાન પહોંચવાની ભીતી તેમણે વ્યકત કરી હતી. નોંધપાત્ર
છે કે યુધ્ધના કારણે માલપરીવહન કરતા જહાજોમાં નજીક પોર્ટમાં કાર્ગો ખાલી કરી રહયા છે.જેના
કારણે કચ્છના બે મહાબંદરગાહોમાં માલનો ભરાવો થતો હોવાનુ શિપીંગઉદ્યોગકારો જણાવી
રહયા છે. જાણકારોએ ઉમેર્યું હતુ કે તંગદીલીની સ્થિતિ લાંબી ચાલી તો કચ્છ અનેક ઉદ્યોગો બેંક લોન ચુકવવામાં નિષ્ફળ નીવડશે.યુધ્ધના કારણે
સ્થાનિક બજારમાં વિભિન્ન વસ્તુઓનો ભાવ વધારો થશે . સ્થાનિક રોજગારી ઉપર સંકટ ઉભુ થવાની ચિંતા
પણ ઉદ્યોગકારોએ વ્યકત કરી હતી.