• મંગળવાર, 20 મે, 2025

ઘરેલુ રાંધણગેસ 50 રૂપિયા મોંઘો

નવી દિલ્હી, તા. 7 : મોંઘવારી દેશના સામાન્ય માણસનું માથું દુ:ખાડી રહી છે, ત્યારે મોકાણના સમાચારમાં ઘરેલુ રાંધણગેસ મોંઘો થઈ ગયો છે. પ્રતિ સિલિન્ડર પ0 રૂપિયાનો વધારો કરાયો છે, તેવી જાણકારી દેશના પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ આપી હતી. ઘરેલુ રાંધણગેસના બાટલામાં વધારા બાદ આ નવી કિંમતો આજે જ સોમવારની રાત્રે 12 વાગ્યાથી લાગુ થઈ જશે. સરકાર તરફથી અપાયેલી જાણકારી અનુસાર, રાંધણગેસ ભાવવધારો ઉજ્વલા યોજનાના લાભાર્થીઓ સહિત દેશભરના તમામ ગ્રાહકો પર લાગુ થશે. અત્યારે રાજધાની દિલ્હીમાં ગેસની કિંમત 803 રૂપિયામાં છે, પરંતુ હવેથી 853 રૂપિયા ચૂકવવા પડશે. બીજી તરફ ઉજ્વલા યોજનાના લાભાર્થીઓએ ઘરેલુ રાંધણગેસના બાટલા માટે પ00ના સ્થાને હવેથી પપ0 રૂપિયા ચૂકવવા પડશે. કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન હરદીપસિંહ પુરીએ એવી ધરપત પણ આપી હતી કે, આ ભાવ વધારો સ્થાયી, કાયમી નથી.ઘરેલુ  રાંધણગેસ ભાવની સમીક્ષા દર બેથી ત્રણ અઠવાડિયે કરાશે. છેલ્લીવાર સરકારે આઠમી માર્ચના મહિલા દિવસ નિમિત્તે ઘરેલુ રાંધણગેસ બાટલાના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd